Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

કાંગશીયાળીના યુવાનના બેંક ખાતામાંથી રૂપિયા ગાયબ !: ગઠીયા સામે ગુન્હો નોંધાયો

પર્સનલ લોનના બહાને ઓટીપી અને પાસવર્ડ મેળવી

રાજકોટ, તા. ૮ : પર્સનલ લોનના બહાને ઓટીપી અને પાસવર્ડ મેળવી કાંગશીયાળીના યુવાનના ખાતામાંથી ૯ હજારની રોકડ સેરવી લેનાર અજાણ્યા ગઠીયા સામે શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ કાંગશીયાળીના રાજપથ સોસાયટી ફલેટ નં. એફ-ર૦૪માં રહેતા અશોક બાબુભાઇ કોદાવાલાએ મોબાઇલ નં. ૭૬૯૮૮ પ૪૭૯૮ વાળા અજાણ્યા શખ્સ સામે શાપર-વેરાવળ પોલીસ મથકમાં કરી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીએ અખબારમાં આવેલ પર્સનલ લોનની જાહેરાત વાંચી ઉકત મોબાઇલ નંબર ધારક સાથે વાત કરી પર્સનલ લોનની કાર્યવાહી કરતા આરોપીએ ફરીયાદીના બેંકના એટીએમ કાર્ડની વિગત તથા બેંક ખાતાના મોબાઇલ અપનો પાસવર્ડ અને મોબાઇલમાં આવેલ ઓટીપી લઇ ફરીવાદીના ખાતામાંથી ૯૦૦૦ ઉપાડી લઇ છેતરપીંડી કરી હતી.

આ ફરીયાદ અન્વયે શાપર-વેરાવળ પોલીસે ઉકત મોબાઇલ ધારક સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(12:48 pm IST)