Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

ગોંડલ ચોરીના ગુન્‍હામાં વોન્‍ટેડ સિકંદરને રૂરલ પેરોલ ફર્લો સ્‍કવોર્ડ ઝડપી લીધો

રાજકોટ, તા. ૮ :  ગોંડલ ચોરીના ગુન્‍હામાં વોન્‍ટેડ આરોપીને રાજકોટમાંથી રૂરલ પેરોલ ફર્લો સ્‍કવોર્ડ ઝડપી લીધો હોત.

નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવાની રૂરલ એસ.પી. જયપાલસિંહ રાઠોડની સુચના અન્‍વયે પો. સબ ઇન્‍સ. વિ. એમ. કોલાદરા પેરોલ-ફર્લો સ્‍કોર્ડ, સાથે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી જામીન પરથી ફરાર થયેલ કેદીઓની તપાસમાં હતા તે દરમ્‍યાન ગોંડલ સીટી પો. સ્‍ટે. ના ઇ.પી.કો. કલમ -૩૭૯, ૧ર૦ (બી), ૧૧૪ મુજબના ગુન્‍હામાં નાસતો ફરતો આરોપી નામે સીકંદર નજીકભાઇ ઘાંચી રહે. ધારી હીમખીમડી પરા, સરસીયા રોડ તા. ધારી જી. અમરેલી વાળો રાજકોટ શહેર, કે.કે.વી. સર્કલ પાસે હોવાની મળેલ માહિતી આધારે તાત્‍કાલીક સ્‍થળ પર જઇ ટેકનીકલ તથા હ્યુમન સોર્સિગથી તપાસ કરતા મજકુર કે.કે.વી. સર્કલ પાસે મળી આવેલ. જેથી તેની હસ્‍તગત કરી વધુ તપાસ અર્થે ગોંડલ સીટી પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપેલ છે.

આ કાર્યવાહીમાં રૂરલ પેટોલ ફર્લો સ્‍કવોડના એસ.આઇ. વકારભાઇ અરબ, હેડ કોન્‍સ. વિરરાજભાઇ ધાધલ, પો. કો ન્‍સ. મહેન્‍દ્રસિંહ સોલંકી, કુમારભાઇ ચૌહાણ, રિયાઝભાઇ ભિપૌત્રા, ડ્રા. પો. કોન્‍સ. રાયધનભાઇ ડાંગર તથા વિરમભાઇ સમૈચા રોકયા હતા. 

(3:16 pm IST)