Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

ડો. ચાર્મી પાડલીયા છજલાનીએ સ્‍પેનમાંથી MS ની ડિગ્રી મેળવી

સ્‍પેનની ઉચ્‍ચ ડિગ્રી મેળવનાર ગુજરાતના પ્રથમ ડેન્‍ટીસ્‍ટ બન્‍યા

રાજકોટ તા. ૭: શહેરના આધુનીક ACP ડેન્‍ટલ કેરમાં સેવા આપતા ડો. ચાર્મી પાડલીયા છજલાની, જે ગ્રીન ફીલ્‍ડ ટ્રસ્‍ટના વિજયભાઇ પાડલીયાની પુત્રી અને છજલાની પરીવાર મહીદપુરના પુત્રવધુ છે. ડો. ચાર્મી પાડલીયા છજલાની એ UCAM યુનીવર્સીટી SPAIN માંથી ઓરલ ઇમ્‍પ્‍લાન્‍ટોલોજીમાં MS ની ડીગ્રી મેળવી છે. આ ડીગ્રી પ્રાપ્‍ત કરનાર ડો. ચાર્મી ગુજરાતની પ્રથમ ડેન્‍ટીસ્‍ટ બની સમગ્ર ગુજરાતનું તેમજ પાડલીયા તથા   છજલાની   પરિવારનું ગૌરવ વધાર્યું છે.

આ માસ્‍ટર ડિગ્રી પ્રાપ્‍ત કરતા ડો. ચાર્મી દ્વારા ન્‍યુ દિલ્‍હીના ડો. લંકા મહેશ અને ડો. પ્રફુલ બાલી અને સ્‍પેનના ડો. એલ્‍ડો દ્વારા સફળ માર્ગદર્શન આપી અને MS ની ડીગ્રી પ્રાપ્‍ત કરવામાં આપેલ સહકાર બદલ આભાર માનવામાં આવ્‍યો હતો.

ડો. ચાર્મી દ્વારા જણાવવામાં આવ્‍યું હતું કે માસ્‍ટર ડીગ્રી પ્રાપ્‍ત કરવામાં મારા પતિ અને  ACP ડેન્‍ટલ કેરના ડો. આશીષ છજલાની (BDS, MDS, રૂટ કેનાલ સ્‍પેશ્‍યાલીસ્‍ટ) તથા પુરા છજલાની પરિવારે મને પુરો સપોર્ટ આપી અને ખુબજ વ્‍યસ્‍તતા છતાં પણ સ્‍પેનમાં સાથે રહી અને MS ની ડીગ્રી પ્રાપ્‍ત કરવામાં પુરો સહયોગ આપ્‍યો હું આશા રાખું છું કે દરેક પુત્રવધુ ને તેમના પરિવાર દ્વારા મારા પરિવાર જેવો જ સહકાર મળતો રહેશે.

વધુ માહિતી માટે (મો. ૭૯૯૦૦ પ૮૭૯૧) ‘‘એ.સી.પી. ડેન્‍ટલ કેર'' ૧પ૦ ફુટ રીંગ રોડ, રૈયા ટેલીફોન એક્ષચેન્‍જ પાસે, પાણીના ટાંકા સામે, મહાસાગર ટ્રાવેલ્‍સની બાજુમાં સંપર્ક કરવા જણાવેલ છે.

(4:39 pm IST)