Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

મતગણતરીની તૈયારીઓને આખરી ઓપઃ સ્ટાફનું રેન્ડેમાઇઝેશન

રાજકોટ :  આવતી કાલે ચૂંટણીના અંતિમ તબક્કા એટલે કે મત ગણતરી રાજકોટના કણકોટ સ્થિત સરકારી ઈજનેર કોલેજ ખાતે યોજાનાર છે. જેના ભાગ રૃપે મતગણતરીની કામગીરીમાં ફરજ બજાવનારા કર્મચારીઓના રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અરુણ મહેશ બાબુ તથા ઓબ્ઝર્વરશ્રીઓના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. સેકન્ડ રેન્ડમાઈઝેશનની આ પ્રક્રિયામાં ત્રણ તબક્કામાં માઈક્રોઓબ્ઝર્વર, કાઉન્ટિંગ સુપરવાઇઝર અને કાઉન્ટિંગ આસિસ્ટન્ટની યાદી તૈયાર કરવામાં આવી હતી. જેમાંથી વિધાનસભા મત વિસ્તાર ૬૮ થી ૭૫ મુજબ માઈક્રોઓબ્ઝર્વર, કાઉન્ટિંગ સુપરવાઇઝર અને કાઉન્ટિંગ આસિસ્ટન્ટ સહિતના સ્ટાફ સહિતની ફાળવણી કરાઈ હતી. પ્રક્રિયા દરમિયાન વિવિધ વિધાનસભા મતવિસ્તારના કાઉન્ટિંગ ઓબ્ઝર્વરશ્રીઓ સુશીલ કુમાર પટેલ, અમિત શર્મા, વી. વી. જયોત્સના, પ્રીતિ ગેહલોત, મિથિલેશ મિશ્રા, કબિન્દ્રકુમાર શાહુ, મહેશ્વર સ્વૈન, અધિક નિવાસી કલેકટરશ્રી કેતન ઠક્કર તથા અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ. જે. ખાચર તથા  અન્ય અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તે નજરે પડે છે.

(4:34 pm IST)