Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

એમ.બી.સ્‍કુલમાં મેડીકલ ચેકઅપ કેમ્‍પ

રાજકોટઃ દાઉદી બોહરા સમાજની એમ.એસ.બી સ્‍કુલ (પરાપીપળીયા, જામનગર રોડ પાસે)ખાતે ઉમૂર સેહત, ઇઝઝી શિફાખાના અને એચ.એસ.બી દ્વારા આયોજિત મેડીકલ ચેકઅપ કેમ્‍પ આયોજન કરવામાં આવેલું. જેમાં શારીરિક, તંદુરસ્‍તી, બીએમઆઇ આંખ દાંતનું ચેકઅપ સાથે દરેક વિદ્યાર્થીને હેલ્‍થ કાર્ડ આપવામાં આવ્‍યું. દર વર્ષે એકવાર આ કેમ્‍પ કરવામાં આવશે,

કેમ્‍પમા ઇઝઝી શિફાખાનાના ડો.એમ.એમ કારીયા, ડો. માનસી શિંગાળા(ડેન્‍ટલ સર્જન), ડો.વિવેક ભટ્ટ, અને ડો.પાર્થ ગાંધી આંખના સર્જન સેવા આપી હતી. તેમ યુસુફભાઇ જોહર કાર્ડસવાળા યાદીમાં જણાવ્‍યુ હતું.

(4:16 pm IST)