Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

અપહરણના ગુનામાં ઘંટેશ્વરના રાજુસિંહ ઉર્ફ ગુગાને હાજર થવા ફરમાનઃ સીઆઇડી ક્રાઇમ દ્વારા શોધ

મુળ મોટા લીલીયાના શખ્‍સ વિરૂધ્‍ધ ૨૦૧૯ના કેસનું વોરન્‍ટ નીકળ્‍યું

રાજકોટ તા. ૭: જામનગર રોડ પર ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતાં મુળ અમરેલીના મોટા લીલીયા ગોડાઉન વિસ્‍તાર મફત પ્‍લોટ રેલ્‍વે પાટા પાસેના વતની રાજુસિંહ ઉર્ફ ગુગો ઉર્ફ ઘુઘો ઉર્ફ ભાલસિંહ મકવાણા વિરૂધ્‍ધ વર્ષ ૨૦૧૯માં ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ અપહરણનો ગુનો દાખલ થયો હોઇ આ ગુનામાં તે સતત ભાગતો ફરતો હોઇ એડીશનલ ચીફ જ્‍યુડીશીયલ મેજીસ્‍ટ્રેટની કોર્ટ દ્વારા આ શખ્‍સને હાજર થવા વોરન્‍ટ નીકળ્‍યું કાઢવામાં આવ્‍યું છે.જેમાં જણાવાયું છે કે ગાંધીગ્રામના ગુ.ર.નં. ૩૦/૨૦૧૯નો આરોપી રાજુસિંહ ઉર્ફ ગુગો ઉર્ફ ઘુઘો ભાલસિંહ મકવાણાએ શિક્ષાપાત્ર ગુનો કર્યો છે અથવા કર્યો હોવાનો શક છે. તેના આધારે કાઢેલા વોરન્‍ટ અન્‍વયે તે ફરાર થઇ ગયો છે અને વોરન્‍ટની બજવણી ન થાય તે માટે સતત છુપાતો ફરે છે. આથી તેને આગામી તા. ૭ જાન્‍યુઆરીએ મોચીબજાર ખાતે કોર્ટ નં. ૧૫માં હાજર થવા સીઆરપીસી-૮૨ મુજબનું ફરારીને હાજર થવાનું ફરમાન કરાયું છે. તેમ સીઆઇડી ક્રાઇમના પીઆઇ એમ. આર. પરમાર, પીઆઇ જે. જે. ચોૈહાણે જણાવ્‍યું છે. આરોપીને શોધવા સીઆઇડી ક્રાઇમ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

(11:46 am IST)