Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

પ્રવિણભાઇ કોટકના થયેલ વિરોધ બાદ ભાવિ પ્રમુખ કંઇક શીખ લેશે ? રાજીનામુ આપવામાં આટલો સમય?! વરણી સમિતિની મિટીંગની વૈધતા કેટલી ?

મૂળ ભાવનગરના તથા હાલ વડોદરા રહેતા જીતેન્દ્રભાઇ ચંદારાણાના લોહાણા મહાપરીષદના વિવાદ સંદર્ભે સોશ્યલ મિડીયામાં વેધક સવાલો

રાજકોટ,તા. ૭: સમગ્ર વિશ્વના લોહાણા સમાજની વૈશ્વિક માતૃસંસ્થા લોહાણા મહાપરીષદ હાલમાં પ્રમુખ પદને લઇને ભારે વિવાદમાં છે ત્યારે પ્રવિણભાઇ કોટકના રાજીનામાને લઇને તથા ૧૦ નવેમ્બર, મંગળવારના રોજ મહાપરીષદની વરણી સમિતિની મિટીંગને લઇને મૂળ ભાવનગરના તથા હાલ વડોદરા રહેતા જીતેન્દ્રભાઇ ચંદારાણાએ સોશ્યલ મિડીયામાં વેધક સવાલો ઉઠાવ્યા છે.જેની ઉપર એક નજર કરીએ તો....

* હાલના પ્રવિણભાઇના વિરોધ બાદ ભાવી પ્રમુખપદના દાવેદારે કોઈ શીખ લીધી...?!?

*પ્રવીણભાઈનો વિરોધ માત્ર 'નો-રિપીટ' પૂરતો નથી રહ્યો... આ વાત પ્રમુખપદના દાવેદારને સમજમાં આવી જ હશે...?!?

*શું આગામી મિટિંગમાં નવા પ્રમુખની નિમણુંક ફાઇનલ...?? આ વરણી સમિતિની કાયદેસર વૈધતા કેટલી...???

* શું ભાવી પ્રમુખપદના દાવેદારે સમાજના દરેકને વિશ્વાસમાં લીધા...??? પ્રમુખ તરીકે સમાજલક્ષી વિઝન લોહાણા સમાજ સમક્ષ રાખ્યું...?!?

*પ્રવિણભાઇ રાહ પર જ નવા પ્રમુખની નિમણુંક....???

*પ્રમુખપદના દાવેદાર બનવું કોઈ ગલત નથી, પણ પારદર્શક રીતે લોકશાહી ઢબે શા માટે આગળ ન આવવું....???

*પ્રમુખપદના દાવેદાર પૈસા અને પાવરનો અહમ છોડી સમાજને વિશ્વાસમાં ન લેવો જોઈએ...

*માત્ર કોઈ શહેર, ગામ કે વિસ્તારના લોબિંગથી પદ પ્રાપ્તિ સમાજમાં મજબૂત વિરોધનું કારણ બને છે...

*દેશ, રાજય કે સંસ્થાનો વહીવટ બંધારણીય ઢબે થાય અને જો વહીવટકર્તા બંધારણનું અર્થઘટન મનસ્વીપણે કરી વહીવટ કરે તો સમાજમાં વિરોધ વધવાનું કારણ બને છે....

*વહીવટકર્તા પોતે જ સનાતન સત્ય છે અને સમાજના હિતેચ્છુ છે... વિરોધ કરનારને સમાજદ્રોહી સમજી નજરઅંદાજ કરે તો સમાજમાં વહીવટકર્તા મજબૂત વિરોધનું કારણ બને છે... પ્રવિણભાઇ જેવી હાલત થઈ શકે છે...

*પ્રવિણભાઈનું ૬ મહિનાની લડત બાદ રાજીનામું...!!!! રાજીનામું આપવું જ હતું તો આટલો સમય શા માટે લીધો...???

*શું પ્રવિણભાઈનું રજીનામું એક માત્ર ઉકેલ...???

*નવા પ્રમુખની વરણી કંઈ રીતે...??? કયાં બંધારણ અને કલમ અનુસાર...???

*મહાપરિષદના નવા પ્રમુખના દાવેદારો પાસે આગામી ૫ વર્ષનું વિઝન... આયોજન અને રોડમેપ શું...???

*નવા પ્રમુખ સ્ટેટ્સ સિમ્બોલ માટે આવતા હોય... પ્રવિણભાઇ રાહ પર જ ચાલવાના હોય તો સમાજને શિક્ષણ સહાય... આરોગ્ય સહાય સિવાય શું ફાયદો...???

*મહાપરિષદના સંલગ્ન ટ્રસ્ટો જેનો વહીવટ મુંબઈથી થાય છે... એ વહીવટ એક મંચ પર નવા પ્રમુખ લાવી શકશે...??? ગુજરાતના છેલ્લા ૩ પ્રમુખો તો નિષફળ જ રહ્યા છે...!!!

*પ્રશ્નો ઘણા છે... ગોબરો થયેલો છે... કાયદાના ઉપરવટ જઈ મનમાની રીતે સંસ્થાનો વહીવટ થયો છે...

*પ્રવિણભાઈના કારણે હવે સમાજમાં જાગૃતિ આવી છે... સમાજલક્ષી સારી કામગીરીમાં સાથ પણ મળશે અને ઘણી જગ્યાએ વિરોધ પણ થશે....

-જીતેન્દ્ર ચંદારાણા,

ભાવનગર, હાલ વડોદરા

મો. ૯૯૦૯૬ ૩૩૭૬૬

મહાપરીષદના પ્રમુખપદ સંદર્ભે આજે રાત સુધીમાં મોટા કડાકાભડાકા થશે કે ઘીના ઠામમાં ઘી પડી જશે?

પ્રમુખપદ માટે કોઇ નવું કે અણધાર્યુ નામ આવશે?

રાજકોટ તા. ૭ :.. લોહાણા મહાપરીષદના પ્રમુખપદનો મામલો બરાબર જામ્યો છે ત્યારે નવા પ્રમુખના નામ સંદર્ભે ચાલતા વિવાદમાં આજે રાત સુધીમાં મોટા કડાકા ભડાકા થાય તેવા નિર્દેશો મળી રહ્યા છે. એવી પણ ચર્ચા ચાલે છે કે લોહાણા મહાપરીષદના કહેવાતા બે સક્ષમ જૂથો દ્વારા કોઇ નવું જ નામ પ્રમુખપદ માટે મુકવામાં આવે. આ નામ બાબતે સર્વસંમતિ થઇ જાય તો કદાચ ઘી ના ઠામમાં ઘી પડી જાય તેવો પણ ઘાટ સર્જાઇ શકે છે.

જો કે પ્રવિણભાઇ કોટકને નજીકથી જાણતા લોકો તો જણાવી રહ્યા છે કે હાલમાં  પ્રવિણભાઇ કોટકે તેના માનીતા અને કહ્યાગરા સતીષભાઇ વિઠ્ઠલાણીને જ પ્રમુખ બનાવવા મન મનાવી લીધું છે તેવી ચર્ચા ચાલી રહી છે.

ઓન લાઇન ઝૂમ મિટીંગમાં વરણી સમિતિના સભ્યોના વિરોધને કે પોતાની સામેના જૂથના લાગતા સભ્યોને 'મ્યુટ' કરીને બોલતા અટકાવી શકાય છે તેવું જાણવા મળે છે. અમુક જ્ઞાતિ અગ્રણીઓ તો એમ પણ પૂછી રહ્યા છે કે કોરોનાને લઇને હવે જયારે સરકાર દ્વારા પણ નિયમોના પાલન સાથે લોકોને ફીઝીકલી મળવાની છૂટ આપવામાં આવી છે તથા ટ્રાન્સપોર્ટેશન પણ ચાલુ થઇ ગયું છે ત્યારે વરણી સમિતિના ર૭ સભ્યોને શું એક સાથે ભેગા ન કરી શકાય ?

(3:32 pm IST)