Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

નવ લાખના ચેક રીટર્ન અંગેની શૈલેષ લીંબાસીયા સામે ફરીયાદ

રાજકોટઃ આ કેસ ની વિગત એવી છે કે 'જીગર', શ્રી રામ પાર્ક શેરી નં.૪ , કોઠારિયા રોડ રાજકોટ ખાતેના રહેવાસી ભીમજીભાઈ મેઘજીભાઈ પટેલ (સિરોયા) એ પોતાના પાડોશી શૈલેષ નાગજીભાઈ લીંબાસીયાને મિત્રતાના દાવે વેપાર ધંધાની જરૂરીયાત અંગે તા.૮/૯/૨૦૧૮ના રોજ રૂ.૯,૦૦,૦૦૦ પુરા આપેલ જે રકમ તા.૯/૧૧/૨૦૧૮ સુધીમાં પરત આપવાની હતી. પરંતુ શૈલેષ નાગજીભાઈ લીંબાસીયાએ ફરિયાદી ભીમજીભાઈ મેઘજીભાઈ પટેલને ઉપરોકત રકમ આપવામાં ગલ્લા-તલ્લા કરેલ અને શૈલેષ એન.લીંબાસીયાએ કહેલ કે હું તમો ને ચેક આપું છું અને જે ચેકની નિયત તારીખે હું મારા ખાતામાં ઉપરોકત રકમ રાખીશ અને તમારો ચેક પાસ થઇ જશે.

જેથી ભીમજીભાઈ મેઘજીભાઈ પટેલએ શૈલેષ એન.લીંબાસીયા ઉપર વિશ્વાસ રાખી રાજકોટ જીલ્લા સહકારી બેંક , ઢેબર રોડ શાખાનો ચેક સ્વીકારેલ અને જે ચેક આપતી વખતે શૈલેષ એન.લીંબાસીયા એ એવું વચન અને વિશ્વાસ આપેલ કે આ ચેક સ્વીકારાય જશે જેથી ભીમજીભાઈ મેઘજીભાઈ પટેલ એ ઉપરોકત ચેક તેમની બેંક ધી.કો-ઓપ બેંક, કોઠારિયા રોડ રાજકોટ શાખા માં કલીયરીંગ માટે નાખતા ઉપરોકત ચેક ફંડ ઇન્સફીશીયન્ટના કારણોસર રીટર્ન થયેલ અને જેની જાણ ભીમજીભાઈ મેઘજીભાઈ પટેલ પોતાના વકીલ બિપીનચંદ્ર બી.ગાંધી, કિશન બી.ગાંધી (ગાંધી લો ફર્મ) દ્વારા ડીમાન્ડ નોટીસ આપવા છતાં શૈલેષ એન.લીંબાસીયા એ નિયત સમયમાં ચેકની લેણી રકમ રૂ.૯,૦૦,૦૦૦  ભીમજી ભાઈ મેઘજીભાઈ પટેલને ચૂકવેલ ન હોય જેથી નારાજ થઇ નામદાર અદાલતમાં શૈલેષ એન.લીંબાસીયા સામે નેગો.ઇન્ટ્રમેન્ટ એકટની કલમ ૧૩૮ ૧૪૨ મુજબ રાજકોટના મહે.ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચેક રીટર્ન અંગેની ફરિયાદ દાખલ કરેલ જે અંગે નામદાર અદાલતે ભીમજીભાઈ મેઘજીભાઈ પટેલની ફરિયાદ દાખલ કરી આરોપી શૈલેષ એન.લીંબાસીયા રહે.જીલરીયા તા.પડધરી જી.રાજકોટ  સામે રાજકોટની અદાલતમાંં હાજર થવા હુકમ કરેલ છે આ કામ ફરીયાદી વતી રાજકોટના સીનીયર વકીલ શ્રી બિપીનચંદ્ર બી. ગાંધી, કિશન બી. ગાંધી તથા નીલેશ આર. ભગત, હિતેષ શીશાંગીયા વિગેરે રોકાયેલ છે.

(2:54 pm IST)