Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

જેએસજીઆઇએફ-સૌરાષ્ટ્ર રીજીયન - જૈન સોશ્યલ ગ્રુપ એલીટ દ્વારા કાલે મેગા બ્લડ ડોનેશન કેમ્પ

રકતદાતાઓને આકર્ષક ગીફટ, અકસ્માત વીમા પોલીસી, સર્ટીફીકેટ તથા લકકી ડ્રો દ્વારા નવ રકતદાતાને ૪ સોનાની અને ૫ ચાંદીની ગીની અપાશે

રાજકોટઃ તા.૭, જૈન સોશ્યલ ગ્રુપ્સ ઇન્ટ. ફેડરેશન આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. જેમાં દેશ-વિદેશમાં પોતાના ૪૫૦ ગ્રુપ્સ અને ૭૦ હજારથી વધુ સભ્યો ધરાવતી સંસ્થા છે. જૈન સોશ્યલ ગ્રુપ્સ ઇન્ટ. ફેડરેશન તા.૧૫ ઓગષ્ટથી તા.૨૨ ઓગષ્ટ દરમિયાન સંવેદના સપ્તાહ  તરીકે ઉજવણી કરી રહયું છે. જેના ભાગ રૂપે સોૈરાષ્ટ્ર રીજીયન આયોજીત જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ પ્રાયોજીત તા.૮ રવિવારે સવારે ૮ થી ૨ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન નંદવાણા બ્રાહ્મણ બોર્ડીંગ ૨/ ૫ જાગનાથ પ્લોટ, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.

આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં શ્રીમતી વિભાબેન હિતેશભાઇ મહેતાના સ્મરણાર્થે માતુશ્રી ગુલાબબેન અનીલભાઇ મહેતા પરિવાર તેમજ ઇન્દુભાઇ વોરા સહયોગી દાતા તેમજ લકકી ડ્રો દ્વારા નવ ભાગ્યશાળી રકતદાતાને ૪ સોનાની અને ૫ ચાંદીની ગીની  આપવામાં આવશે જે.જે.એસ.જી. સંગીની કન્વીનર શ્રીમતી સેજલબેન મનીષભાઇ દોશી તથા સોનમ કવાર્ટઝવાળા જયેશભાઇ શાહ તરફથી વોલ કલોકનો તેમજ  વિજયભાઇ જસાણી શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપ રાજકોટ અને રાજકોટ નાગરીક બેંકનો પણ સહકાર મળેલ છે.

કેમ્પમાં ડો. પ્રદીપભાઇ ડવ મેયર, ડો. દર્શીતાબેન શાહ ડેપ્યુટી મેયર, શ્રી મનોજ અગ્રવાલ પોલીસ કમિશ્નરશ્રી, શ્રી મનોહરસિંહ જાડેજા ડી.સી.પી. રાજકોટ, શ્રી હરેશભાઇ વોરા પૂર્વપ્રમુખ JSGIF શ્રી જીતુભાઇ કોઠારી મહામંત્રી, રાજકોટ શહેર ભાજપ, રાજુભાઇ બાટવીયા, જીતુભાઇ બેનાણી, શૈલેષભાઇ માંઉ, ઇન્દુભાઇ વોરા, નીતેશભાઇ કામદાર, અનીષભાઇ વાધર, જયેશભાઇ શાહ, સોનમ કર્વાટઝ, સતીષભાઇ મહેતા અબતક, ભાવનાબેન દોશી, અમીષભાઇ દેસાઇ, તપસ્વી ઇન્ટરનેશનલ સ્કુલ, પ્રતિકભાઇ સંઘાણી, ડો. દિપકભાઇ મહેતા, મેહુલભાઇ રૂપાણી, અમીનેશભાઇ રૂપાણી જયોતિન્દ્રભાઇ મહેતા પણ ઉપસ્થિત રહેશે.

 આ કાર્યક્રમને સફળ બનાવવા માટે JSGIF વાઇસ પ્રેસીડન્ટ મનીષભાઇ દોશી, સૌરાષ્ટ્ર રીજીયનના ચેરમેન ડો. ચેતનભાઇ વોરા, JSGIF  ઇન્ટરનેશનલ ડાયરેકટર નિલેશભાઇ કામદાર, રીજીયન વાઇસ ચેરમેન સેજલભાઇ કોઠારી, રીજીયન સેક્રેટરી નીલેશભાઇ કોઠારી, જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટના પ્રોજેકટ ચેરમેન ચેતનભાઇ પંચમીયા, કો-પ્રોજેકટ ચેરમેન જીજ્ઞેશ બોરડીયા, મેડીકલ કમિટિ ચેરમેન ચેતનભાઇ કામદાર, સંકલન કમિટીના ઉપેન મોદી, મેહુલ દામાણી તેમજ પ્રોજેકટ કમિટિના પરાગ મહેતા, રૂષભ શેઠ, અભય દોશી, ધવલ શાહ, નિપેશ દેસાઇ, જીતુ પંચમીયા, જતીન શેઠ, આકાશ શાહ, કરણ શેઠ સહિતના  જહેમત ઉઠાવી રહયા છે. 

(3:53 pm IST)