Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

સુબાગ દેશી ઘી અને લીટ એન્ડ ફીટ પુદીનાં રીંગનાં નમુનાઓ સબસ્ટાન્ડર્ડ : વેપારીઓને ૨.૬૫ લાખનો દંડ

દેશી ઘી માં ફોરેન ફેટની ભેળસેળ યુકત : પુદીના રીંગ 'મિસ બ્રાન્ડેડ' જાહેર : રાત્રી ચેકીંગમાં ખાણી-પીણીના ચાર સ્થળેથી ૧૯ કિલો અખાદ્યચીજ વસ્તુઓનો નાશ : ૯ સ્થળેથી નમુનાઓ લેવાયા

રાજકોટ,તા. ૭ : મ.ન.પા.નાં આરોગ્ય વિભાગે રાત્રી ચેકીંગ દરમિયાન ગોંડલ રોડ, ભુતખાના ચોક, વિસ્તારમાં ખાણી-પીણી રેકડીમાં ચેકીંગ કરી વાસી રગડો, વાસી મીઠી ચટણી તથા વાસી પફ, વાસી સોસ સહિતથી ૧૯ કિલો જેટલી ખાદ્ય ચીજ વસ્તુઓને નાશ કર્યો હતો તેમજ ફુડ સેફટી એન્ડ ફીટનું સ્ટાન્ડર્ડ એકટ અન્વયે એજ્યુકેટીંગ ઓથોરીટી દ્વારા 'સુબાગ' દેશી ઘી તથા લીટ એજીફીઠ પુદી રીંગ સબસ્ટાન્ડર્ડ જાહેર થતા. ૩ વેપારીઓને રૂ. ૨.૬૫ લાખનો દંડ થયેલ છે.

આ અંગે આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે. એજ્યુકેટીંગ ઓથોરીટી દ્વારા કરવામાં આવેલ દંડની વિગતઓ  ખાદ્યપદાર્થ : રાજકોટ શહેરના પરાબજારમાં આવેલ 'પેસુમલ ચેલારામ એન્ડ  કંપની' માંથી લીધેલ ખાદ્યપદાર્થઃ 'સુબાગ' દેશી ઘી મેડ ફ્રોમ કાઉ મિલ્ક (૧ લી. પેકડ)' માં ફોરેન ફેટની હાજરી હોવાને કારણે ફૂડ એનાલિસ્ટશ્રી દ્વારા સદર નમૂનો ' સબસ્ટાન્ડર્ડ' જાહેર કરવામાં આવેલ.  નામદાર એજયુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM સાહેબ દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદાર શ્રી રમેશભાઇ પેશુમલ બુધરાણી (નમૂનો આપનાર FBO તથા નોમીની) તથા અન્યને કુલ મળી રૂ.૯૫,૦૦૦/- નો દંડ ફરમાવેલ છે.

જયારે રાજકોટ શહેરના પરાબજારમાં આવેલ 'પેસુમલ ચેલારામ એન્ડ  કંપની'માંથી લીધેલ ખાદ્યપદાથઃ 'સુબાગ'  દેશી ઘી (૫૦૦ મિલી પેકડ)'માં ફોરેન ફેટની હાજરી હોવાને કારણે ફૂડ એનાલિસ્ટશ્રી દ્વારા સદર નમૂનો ' સબસ્ટાન્ડર્ડ' જાહેર કરવામાં આવેલ.  નામદાર એજયુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM સાહેબ દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદાર શ્રી રમેશભાઇ પેશુમલ બુધરાણી (નમૂનો આપનાર FBO તથા નોમીની) તથા અન્યને કુલ મળી રૂ.૯૫,૦૦૦/- નો દંડ ફરમાવેલ છે.

આ ઉપરાંત રાજકોટ શહેરના રૈયા રોડમાં આવેલ 'જય માર્કેટીંગ' માંથી લીધેલ ખાદ્યપદાર્થઃ ' Lit & Fit Brand Pudina Ring (80 g packed)” માં પેકીંગ તારીખ છાપેલ  ન હોવાને કારણે ફૂડ એનાલિસ્ટશ્રી દ્વારા સદર નમૂનો ' મિસબ્રાન્ડેડ' જાહેર કરવામાં આવેલ.  નામદાર એજયુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM સાહેબ દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદાર શ્રી વાલાણી નિતેશભાઇ રમણીકભાઇ (નમૂનો આપનાર FBO તથા નોમીની) તથા અન્યને કુલ મળી રૂ.૭૫,૦૦૦/- નો દંડ ફરમાવેલ છે.

૧૯ કિલો અખાદ્ય પદાર્થનો નાશ

શહેરની જાહેર જનતાને આરોગ્યપ્રદ અને હાઇજીન ખાદ્યચીજ મળી રહે તે હેતુથી  ફુડ વિભાગની ટીમ દ્વારા  મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોકર્સ ઝોનમાં રાત્રી રાઉન્ડના  ચેંકીગ દરમ્યાન ૨૫ રેંકડીમાં ચકાસણી કરવામાં આવેલ, ચકાસણી દરમ્યાન ૪ ફુડ બિઝનેસ ઓપરેટરને ત્યાં વાસી અને બિનઆરોગ્યપ્રદ ખાદ્યચીજ મળી આવતા કુલ  ૧૯ (ચાલીસ)  કિ.ગ્રા. ખાદ્યચીજનો સ્થળ પર નાશ કરવામાં આવેલ. જેમાં સરનામું રીમાકર્સ મહાદેવ પાણીપુરી સેન્ટર ગોંડલ રોડ પરથી ૩ કી.ગ્રા. વાસી રગડો,  ખત્રી દ્યુદ્યરા વાળા         ગોંડલ રોડ પરથી ૫ કી.ગ્રા. વાસી મીઠી ચટણી, પાલજી સોડા શોપ  ગોંડલ રોડ માંથી ૨૦ નંગ (અંદાજીત ૩ કિ.ગ્રા) વાસી પફ  તથા ઓમ ભોલે પાણીપુરી પરથી ગોંડલ રોડ ૮ કિ.ગ્રા વાસી સોસ સહિત કુલ ૧૯ કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો હતો.

નમુનાની કામગીરી

કમિશ્નર ઓફ ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની સૂચના અન્વયે પાણીપુરીમાં પેથોજેનીક બેકટેરીયા છે કે નહી? તે અંગે ટેસ્ટીંગ માટે પાણીપુરીનું સ્પેશ્યલ ડ્રાઇવ અંતર્ગત  (૧) પાણીપુરીનો માવો (પ્રિપેર્ડ, લુઝ) સ્થળઃ સ્પાઇસી બાઇટ, નેપ્ચ્યુન ટાવર, ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં ૩૨, જલારામ પેટ્રોલ પંપ સામે, કાલાવડ રોડ (૨ ) પાણીપુરી માટેનું ફુદીનાનું પાણી (લૂઝ) સ્થળઃ- સ્પાઇસી બાઇટ, નેપ્ચ્યુન ટાવર, ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં ૩૨, જલારામ પેટ્રોલ પંપ સામે, કાલાવડ રોડ (૩) ફુદીના કોથમીરની ચટણી (પ્રિપેર્ડ, લુઝ) સ્થળઃ-  સ્પાઇસી બાઇટ, નેપ્ચ્યુન ટાવર, ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં ૩૨, જલારામ પેટ્રોલ પંપ સામે, કાલાવડ રોડ (૪) પાણીપુરી માટેનું ફુદીનાનું પાણી (લૂઝ) સ્થળઃ-  Yummy Mummy, નેપ્ચ્યુન ટાવર, ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં ૨૨, જલારામ પેટ્રોલ પંપ સામે, કાલાવડ રોડ લીધેલ છે. (૫) પાણીપુરીનો બટેટાનો મસાલો (પ્રિપેર્ડ,લુઝ) સ્થળઃ-  Yummy Mummy, નેપ્ચ્યુન ટાવર, ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં ૨૨, જલારામ પેટ્રોલ પંપ સામે, કાલાવડ રોડ (૬) લીલી ચટણી (પ્રિપેર્ડ,લુઝ) સ્થળઃ-  Yummy Mummy, નેપ્ચ્યુન ટાવર, ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં ૨૨, જલારામ પેટ્રોલ પંપ સામે, કાલાવડ રોડ (૭) પાણીપુરીનું હાજમા હજમનું પાણી (પ્રિપેર્ડ, લુઝ) સ્થળઃ-  બોમ્બે સ્ટાઇલ ભેળવાળા, સર્વેશ્વર ચોક, શિવમ કોમ્પલેક્ષ, દુકાન નં ૧૧૮ (૮) ખજુર ની ચટણી (પ્રિપેર્ડ, લુઝ) સ્થળઃ-  બોમ્બે સ્ટાઇલ ભેળવાળા, સર્વેશ્વર ચોક, શિવમ કોમ્પલેક્ષ, દુકાન નં ૧૧૮ (૯) પાણીપુરીનો બટેટાનો મસાલો (પ્રિપેર્ડ,લુઝ) સ્થળઃ-  બોમ્બે સ્ટાઇલ ભેળવાળા, સર્વેશ્વર ચોક, શિવમ કોમ્પલેક્ષ, દુકાન નં ૧૧૮ સહિતના સ્થળોએથી ૯ સ્થળોએ નમુના લેવામાં આવ્યા હતા.

આ નમૂનાઓ રાજ્ય સરકારની વડોદરાસ્થિત લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલવવામાં આવેલ છે. 

(3:50 pm IST)