Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

વીરમાયા પ્લોટમાં ડી.આઇ.પાઇપલાઇનનનું ખાતમુહુર્ત

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૭માં આવેલ વીરમાયા પ્લોટ ખાતે મુખ્યમંત્રી અને વિધાનસભા-૬૯ના ધારાસભ્ય શ્રી વિજયભાઇ રૂપાણીની ગ્રાન્ટમાંથી રૂ.૧૪ લાખના ખર્ચે પીવાના પાણીની ડી.આઇ. પાઇપલાઇનના કામનો પ્રારંભ પૂર્વ જનસંઘી અને પૂર્વ કોર્પોરેટર સ્વ.ભગવાનજીભાઇ ચાવડાના ધર્મપત્નિ શાંતાબેન ભગવાનજીભાઇ ચાવડાના વરદ હસ્તે અને સ્થાનીક અગ્રણી પ્રવીણભાઇ ચાવડા, ઇમ્તીયાઝભાઇ ખોખિ, રાહુલભાઇ દવેની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યો હતો. આ તકે શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, કોર્પોરેટર કશ્યપ શુકલ, મીનાબેન પારેખ, અજય પરમાર, હીરલબેન મહેતા, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલ લીંબડ, કીરીટ ગોહેલ, જીતુ સેલારા, પુનીતાબેન પારેખ, રીયાબેન કેસરીયા, સંજયભાઇ કેસરીયા, માલતીબેન પારેખ, રાજુભાઇ મુંધવા, રમેશભાઇ પંડયા, નીરવ મહેતા, અશોકભાઇ મકવાણા, બીપીનભાઇ પરમાર, હસુભાઇ પાણીવાળા, ધનજીભાઇ ચાવડા, સુરેશભાઇ ચાવડા, મુકેશભાઇ હીરાણી, હકાબાપુ ભીખુભાઇ ધોળકીયા, જયશ્રીબેન ચાવડા, સુશીલાબેન ટેકરીવાલા, શીલ્પાબેન, લીલાબેન સહીતના સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:41 pm IST)