Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

વોર્ડ નં.૧૮માં ગુલાબનગરમાં મેટલીંગ રોડના કામનો પ્રારંભ ખાતુમુહૂર્ત

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા વિકાસના જુદા જુદા કાર્યો કરવામાં આવે છે, જે અંતર્ગત વોર્ડ નં.૧૮માં આવેલ ગુલાબનગરમાં મેટલીંગ રોડના કામનું ખાતમુહૂર્ત ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી તથા વિધાનસભા-૭૧ના પ્રભારી રાજુભાઈ બોરીચાના હસ્તે કરાયું. વિસ્તારવાસીઓને વધુ સારા રસ્તાની સુવિધા મળી રહેશે. આ પ્રસંગે વોર્ડ નં.૧૮ના પ્રમુખ સંજયસિંહ રાણા, વોર્ડ નં.૧૮ના મહામંત્રી હિતેશભાઈ ઢોલરિયા, વોર્ડ અગ્રણી રાજુભાઈ માલધારી, મનસુખભાઈ ઠુંમર, દિનેશભાઈ કીડીયા, રાકેશભાઈ રાદડિયા, એલીશભાઈ રાઠોડ, દેવાયતભાઈ ડાંગર, શિવગીરી બાપુ, જયેશભાઈ પટેલ, નિલેશભાઈ મુંગરા, મીતેશભાઇ દાસોટીયા તથા ગુલાબનગરના સ્થાનીક આગેવાનો લાલાભાઈ ભરવાડ, મુકેશભાઈ ગઢવી, દાઉદભાઈ સુમરા, કેશુભાઈ મકવાણા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:38 pm IST)