Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

રાજકોટ નાગરિક સહકારી બેંકના ર,૯૦,૦૦૦ સભાસદોને ઘેર બેઠા પસંદગીની ભેટ

રાજકોટઃ એશિયાભરમાં સૌથી વધુ સભાસદો ધરાવતી, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા આ વખતનું સભાસદ ભેટ વિતરણ કાર્ય ડીજીટલ માધ્યમથી, ટેકનોલોજી અને વિવિધ સુવિધા હેઠળ શરૂ થયું છે. ડીજીટલ ક્રાંતિના ભાગરૂપે બેકના ર,૯૦,૦૦૦ સભાસદો સભાસદ ભેટને મોબાઇલ એપથી ઘેર બેઠા જ પસંદ કરી ઓર્ડર કરશે અને ભેટની ડિલીવરી પણ ઘેર બેઠા જ મળી જશે. ખાસ તો, કોરોના મહામારીના સમયમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવી કાર્ય કરવું જરૂરી છે. તેથી બેંકે નવતર આયોજન કરી, સભાસદો ઘેર બેઠા જ ભેટ મેળવી શકે તેવું અનોખું આયોજન કર્યું છે.' આ મુજબની માહિતી બેંકના ચેરમેન નલિનભાઇ વસાએ બેંકના '૬૮'મા સ્થાપના દિને આપી હતી. પ ઓકટોબરે બેંકનો સ્થાપના દિવસ અને બેંકના શિલ્પી અરવિંદભાઇ મણીઆરનો જન્મદિન પ્રસંગે બેંકના દ્વારા યોજાયેલ સાદગીપૂર્ણ કાર્યક્રમમાં ચેરમેન નલિનભાઇ વસાએ RNSB GIFT 2020 એપ અને બેંકના વાઇસ ચેરમેન જીવણભાઇ પટેલે RNSB REWARD PLATFORM (દરેક ડીજીટલ ટ્રાન્ઝેકશન માટે રિવોર્ડ) પોર્ટલ લોન્ચ કર્યા હતા. નલિનભાઇ વસાએ બેંકના ૬૮મા સ્થાપના દિને સહુને હાર્દિક અભિનંદન આપેલ. બેંકના વાઇસ ચેરમેન જીવણભાઇ પટેલે જણાવ્યું હતું કે, 'હવેનો જમાનો ટેકનોલોજી સાથે બેંકિંગનો છે. આ બેંકે આજે  RNSB REWARD PLATFORM (દરેક ડીજીટલ ટ્રાન્ઝેકશન માટે રિવોર્ડ) પોર્ટલ કર્યું હતું. આ સુવિધાનો વધુને વધુ લોકો લાભ મેળવશે એવી આશા છે.  બેંકના સીઇઓ વિનોકુમાર શર્માએ હાર્દિક આવકાર સાથે માહિતી રજુ કરી સંચાલક મંડળના સદસ્યોના માર્ગદર્શનથી કર્મચારીગણ કરીન જહેમત કરી, દરેક કામગીરી કરે છે.સહુને અભિનંદન આપેલ. આ કાર્યક્રમમાં બેંકના એજીએમ મનીષભાઇ શેઠે સભાસદ ભેટ વિતરણ કાર્ય અંગે વિસ્તૃત માહિતી રજુ કરી હતી. બેંકના એજીએમ જયેશભાઇ છાટપારે આરએનએસબી રિવોર્ડ પ્લેટફોર્મ અંગે સમજણ આપી હતી. આ કાર્યક્રમમાં નલિનભાઇ વસા (ચેરમેન) જીવણભાઇ પટેલ (વાઇસ ચેરમેન), જયોતીન્દ્રભાઇ મહેતા (ચેરમેન-નાફકબ), કલ્પકભાઇ મણીયાર (પૂર્વ ચેરમેન-ડિરેકટર), ટપુભાઇ લીંબાસીયા, (પૂર્વ વાઇસ ચેરમેન- ડિરેકટર), ડાયાભાઇ ડેલાવાળા (પૂર્વ વાઇસ ચેરમેન-ડિરેકટર), અર્જુનભાઇ શિંગાળા (ડિરેકટર), હરિભાઇ ડોડીયા (ડિરેકટર), ગીરીશભાઇ દેવળીયા (ડિરેકટર), શૈલેષભાઇ ઠાકર (ડિરેકટર), જીમ્મીભાઇ દક્ષીણી (ડિરેકટર), દિપકભાઇ મકવાણા (ડિરેકટર), હંસરાજભાઇ ગજેરા (ડિરેકરટ), કાર્તિકયભાઇ પારેખ (ડિરેકટર), રાજશ્રીબેન જાની (ડિરેટર), કિર્તિદાબેન જાદવ (ડિરેકટર),  સુરેશભાઇ નાહટા (ડિરેકટર), પ્રદિપભાઇ જૈન (ડિરેકટર), મંગેશજી જોષી (ડિરેકટર), સતીશજી ઉતેકર (ડિરેકટર), બાવજીભાઇ ખેતલિયા (ડિરેકટર), ચંદ્રેશભાઇ ધોળકીયા (ડિરેકટર), વિનોદ શર્મા (જનરલ મેનેજર-સીઇઓ), યતીનભાઇ ગાંધી (સીએફઓ), રજીનીકાંત રાયચુરા (ડી.જી.એમ.) કિર્તિકુમાર ઉપાધ્યાય (ડીજીએમ), મનીષભાઇ શેઠ (એ.જી.એમ.) જયેશભાઇ છાટપાર(એ.જી.એમ), કામેશ્વરભાઇ સાંગાણી (એ.જી.એમ.), શાખા વિકાસ સમિતિના સદસ્યો, ડેલીગેટ અને નાગરિક પરિવારજનો વિવિધ સ્થળોથી ડીજીટલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સરળ-સફળ સંચાલન રજનીકાંત રાયચુરાએ કર્યું હતું.

(3:37 pm IST)