Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

મ.ન.પા.ની ત્રણેય ઝોન કચેરીમાં આધારકાર્ડનું કામ શરૂ : ૧૨૫ લોકોએ લાભ લીધો

તમામ સાધન -સામગ્રીઓને સેનેટાઇઝ કરવામાં આવે છે

રાજકોટ,તા.૬:  મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોના વાઈરસનું સંક્રમણ અટકાવવાનાં ભાગ રૂપે રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય વિભાગીય કચેરીઓ ૅં- (૧) સેન્ટ્રલ ઝોન, ઢેબરભાઈ રોડ (૨) વેસ્ટ ઝોન, ૧૫૦ ફૂટ રીંગ રોડ અને (૩) ઇસ્ટ ઝોન, ભાવનગર રોડ ખાતે હંગામી અસરથી બંધ કરવામાં આવેલ આધાર નોંધણી કેન્દ્રો ગઇ કાલે તા. ૦૫ થી પુનઃ કાર્યરત્ત્। કરવામાં આવેલ છે.

આધાર નોંધણી કેન્દ્ર ખાતે લાભ લેવા માટે ઓનલાઈન અને ટેલીફોનીક અપોઈન્ટમેન્ટ લેવાની રહે છે, ત્યાજ સુધીમાં ત્રણેય ઝોનમાંથી ૧૨૫ લોકોએ આધાર કેન્દ્ર સેવાનો લાભ લીધો હતો, એક આસામીની સેવા પૂર્ણ થયે ઉપયોગમાં લેવાયેલ બાયોમેટ્રિક ડિવાઇઝને સેનિટાઇઝેશન પણ કરવામાં આવે છે, તેમ મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.કોરોના વાઈરસનું સંક્રમણ અટકાવવા વિવિધ સૂચનાઓનું આધાર કેન્દ્રોની મુલાકાત લેનાર રહીશોએ ફરજીયાતપણે પાલન કરવાનું રહેશે. જેમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ જાહેર કરેલ એરીયાના રહેવાસીની આધાર નોંધણી કરવામાં આવશે નહિ, આધાર નોંધણી માટે આવતાં રહીશો ઓનલાઈન એપોઇન્ટમેન્ટ/ટેલીફોનીક એપોઇન્ટમેન્ટ મેળવ્યા બાદ જ આધાર નોંધણી/અપડેટ માટે આવી શકશે. જેથી રહીશોએ નીચેની વિગત મુજબ ઓનલાઈન/ટેલીફોનીક એપોઇન્ટમેન્ટ ફરજિયાતપણે લેવાની રહેશે, તાવ, શરદી, ખાંસી વગેરે જેવા લક્ષણો હોય તેવાં રહીશોની આધાર નોંધણી કરવામાં આવશે નહિ, આધાર નોંધણી/સુધારણા માટે એક જ વ્યકિતને પ્રવેશ આપવામાં આવશે તથા બહારનાં ભાગમાં રહીશોએ/અરજદારોએ સોશિયલ ડીસટન્સ સાથે લાઈનમાં રહેવાનું રહેશે, આધાર નોંધણી માટે આવતાં રહીશોએ ફરજીયાત માસ્ક પહેવાનું રહેશે, આધાર નોંધણી માટે આવતાં રહીશોએ સેનેટાઈઝરથી હાથ સેનેટાઈઝ કરી, શરીરનું તાપમાન તથા Spo2 ચેક કર્યા બાદ અરજદારની સ્થતિ સામાન્ય હશે તો જ આધાર નોંધણી કરી આપવામાં આવશે, રહેવાસીએ/અરજદારોએ આધાર નોંધણી કેન્દ્ર પરનાં અન્ય કોઈ સાધનોને અડવું નહિ, આધાર નોંધણી ફોર્મ પૂરેપૂરું ભરી જરૂરી દસ્તાવેજોની ચકાસણી બાદ જ આધાર નોંધણી સેન્ટરમાં પ્રવેશ આપવામાં આવશે.

 ઓનલાઈન એપોઇન્ટમેન્ટ      www.uidai.gov.in

ટેલીફોનીક એપોઇન્ટમેન્ટ       ટેલીફોન નં.૦૨૮૧-૨૨૨ ૫૩૪૨, ૦૨૮૧-૨૨૨ ૫૩૪૩

મેળવવા નંબર તથા    સમય : સવારે ૧૧ થી સાંજે ૦૫, કચેરીનાં ચાલુ કામનાં દિવસે

સમય   ૧ દિવસ માટે ઝોન દીઠ મહત્ત્।મ ૬૦ એપોઇન્ટમેન્ટ મળી શકશે

(3:36 pm IST)