Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

કોરોનાથી મચ્છરો પણ ડરી ગયા ?

કોરોનાનો હાહાકાર, પણ ડેન્ગ્યુ લગભગ ગાયબ

ગત વર્ષ ડેંગ્યુના અ...ધ...ધ...૧૦૬ર કેસ નોંધાયેલ : આ વર્ષે માત્ર ૨૭ કેસઃ ચિકનગુનિયા ૧૬ અને મેલેરિયાના ર૬ કેસ : જો કે સાવધાની જરૂરી

રાજકોટ તા.૬ : શહેરમાં આ વર્ષે ડેંગ્યુ સહીતનાં મચ્છર જન્ય રોગચાળો અત્યંત ઓછો નોંધાયો છે. મ.ન.પા.ના આરોગ્ય વિભાગમાં નોંધાયેલ આંકડા મુજબ ગતવર્ષે ર૦૧૯ કરતા આ વર્ષે ર૦ર૦માં મચ્છરજન્ય રોગચાળો ઓછો છે.

મ.ન.પા.ના આરોગ્ય વિભાગના ચોપડામાં નોંધાયેલ વિગતો મુજબ ગત વર્ષે ડેંગ્યુના રોગચાળાએ ખૂબ ઉપાડો લીધો હતો. ડેંગ્યુના કારણે મૃત્યુ પણ નોંધાયા હતા.

ગત વર્ષ ર૦૧૯ માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં ડેંગ્યુના ૧૦૬ર કેસ નોંધાયા હતા.

તેની સામે આ વર્ષે ર૦ર૦માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં ડેંગ્યુના માત્ર ર૭ કેસ નોંધાયા છે.

જયારે ર૦૧૯માં ચિકન ગુનિયાના ર૯ કેસ હતા જયારે આ વર્ષે ર૦ર૦ સપ્ટેમ્બર સુધીમાં ૧૬ જેટલા કેસ નોંધાયા છે.ઉપરાંત ર૦૧૯ સપ્ટેમ્બર સુધીમાં મેલેરિયાના ૯૮ કેસ નોંધાયા હતા અને આ વર્ષે ર૦ર૦માં ૪૬ કેસ જ નોંધાયા છે.

આમ આ વર્ષે મચ્છરજન્ય રોગચાળો અત્યંત નજીવો હોવાનું નોંધાયું છે. પરંતુ તેની સામે કોરોનાએ દાટ વાળ્યો છે. કોરોનાથી શહેરમાં હજારો લોકો સંક્રમિત થયાછે. અનેકના મોત નિપજયા છે. આમ આ વર્ષે કોરાનાને કારણે બીજા અનેક રોગચાળા ઓછા થયા હોવાનું નોંધાયું છે.

(3:35 pm IST)