Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

વોર્ડ નં.૦૪ મધુવન પાર્ક વિસ્તાર પેવિંગ બ્લોકથી મઢાશે : કામનો પ્રારંભ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા વિકાસના જુદા જુદા કાર્યો કરવામાં આવે છે, જે અંતર્ગત વોર્ડ નં. ૦૪માં આવેલ મધુવન પાર્ક સાઈડ પડખામાં પેવિંગ બ્લોક કરવાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર તથા ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા તથા રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડના હસ્તે કરાયું. આ કામગીરી અંદાજીત રૂ.૯ લાખના ખર્ચે કરવામાં આવશે. તેમજ વિસ્તારવાસીઓને વધુ સારી સુવિધા મળી રહેશે.આ પ્રસંગે વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, વોર્ડ નં.૦૪ના પ્રમુખ સી. ટી. પટેલ, વોર્ડ નં.૦૪ના મહામંત્રી કાનાભાઈ ઉધરેજા, દિનેશભાઈ ચૌહાણ, વોર્ડ અગ્રણી બ્રિજેશભાઇ હાપલીયા, દિનેશભાઈ રૈયાણી, કેશુભાઈ, રાજુભાઈ પાનસુરીયા, પ્રવિણભાઈ કાકડિયા, માધાભાઈ ટીંબડીયા, પીયુશભાઇ, જેરામભાઈ લીંબાસીયા, બાભભાઈ પીપળીયા, રોહિતભાઈ ઝાલાવાડિયા, જાનીભાઈ, વિનોદભાઈ, વિજયભાઈ ચોવડીયા, ધીરુભાઈ છૈયા, હરેશભાઈ લુણાગરીયા, કંકુબેન ઉધરેજા, સોનલબેન ચોવટિયા, રાજેશ્વરીબેન માલવિયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:32 pm IST)