Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

સામાકાંઠે સોમનાથ સોસાયટી વિસ્તારમાં ''નલ સે જલ'' યોજનાનો પ્રારંભઃ ખાતમુહુર્ત

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં. ૬ ખાતે આવેલ સોમનાથ રેસીડેન્સી સોસાયટી ખાતે ''નલ સે જલ'' યોજનાનો પ્રારંભ આજથી શરૂ કરાયો. આ પ્રસંગે ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ રાજકોટ મહિલા ભાજપ પ્રમુખ નૈયનાબેન પેઢરીયા શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, રોશની ચેરમેન મુકેશ રાદડીયા, વોર્ડ-૬ નાં કોર્પોરેટર દેવુબેન મનસુખભાઇ જાદવ-વોર્ડ-૬ ભાજપ પ્રમુખ ઘનશ્યામ કુંગરીયા-ભાજપ અગ્રણી મનસુખભાઇ જાદવ-ભાવેશભાઇ દેથરીયા-શોભનાબેન ગજેરા, ઘનશ્યામ બોરીચા, શિલ્પાબેન બોરીચા, લક્ષ્મણભાઇ, સોનલબેન, લીલાબેન, રેખાબેન, સુભાંકનીબેન, રમીલાબેન, જગાભાઇ ભૂવા, હાર્દિક કમાણી સહિત ઉપસ્થિત જણાતી હતી.

(3:31 pm IST)