Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

રૂ. એક લાખનો ચેક પાછો ફરતાં ગોંડલના વેપારી દ્વારા તેના કર્મચારી સામે ફરીયાદ

રાજકોટ, તા. ૬ :  રૂ.૧,૦૦,૦૦૦ નો ચેક રીટર્ન થતા ગોંડલના સુપ્રસિધ્ધ વેપારીએ તેની પેઢીમાં કામ કરતાં કર્મચારી સામે ગોંડલની કોર્ટમાં ફરીયાદ કરેલ છે.

ગોંડલમાં નાની બજાર, ગુંદાળા શેરીમાં આવેલી તુલસી ટેરીંગ સેન્ટરના ભાગીદાર દિનેશભાઇ આંબાભાઇ વાડોદરીયાના શો-રૂમમાં ફરજ બજાવતા નબીવાલા બશીરભાઇ સકુર, રહે. વોરા શેરી, રોમા ટોકિઝ પાછળ, ગોંડલના એ સ઼બંધની રૂએ તથા દુકાનમાં નોકરી કરતા હોય જેથી ઓળખાણ થયેલ. જેથી તાત્કાલીક રકમની જરૂર પડતા હિસાબપેટે હાથ ઉછીની રકમ તા. ૧પ-૦૪-ર૦૧૯ થી તા. ૧૯-૧ર-ર૦૧૯ દરમ્યાન રોકડ રકમ કટકે કટકે કુલ રકમ રૂ. ૧,ર૭,૦૦૦/- થોડા સમયમાં પરત આપવાની શરતે લીધેલ.

આ રકમ દિનેશભાઇ વાડોદરીયાએ સમય મર્યાદા પુરી થતાં પાછી માંગતા, આરોપી નબીવાલા, બશીરભાઇ સકુરભાઇ એ રૂ. ૧,૦૦,૦૦૦/- નો ચેક લખી આપેલ અને રૂ. ર૭,૦૦૦/- રોકડા થોડા સમય પછી ચુકવી આપીશ તેમ જણાવી જેથી ચેક સ્વીકારેલ પરંતુ આ ચેક બેંકમાં રજૂ કર્યેથી અપુરતી રકમના કારણે ચેક પાસ થયા વગર પરત ફરેલ. જેથી ચેક રીટર્નન સબબ એડવોકેટ સોનલબેન બી. ગોંડલીયા દ્વારા નોટીસ આપેલ. પરંતુ આ નોટીસનો તદૃન ખોટો અને ઉડાઉ જવાબ આરોપીએ તેમના વકીલશ્રી દ્વારા આપેલ. જેથી ત્યારબાદ સમય મર્યાદામાં ગોંડલની કોર્ટમાં ફરીયાદી દિનેશભાઇ આંબાભાઇ વાડોદરીયાએ ચેક રીર્ટન સબબની ફોજદારી ફરીયાદ આરોપી વિરૂધ્ધ દાખલ કરેલ છે.

આ કામમાં ફરીયાદીવતી રાજકોટના સીનીયર એડવોકેટ હર્ષદકુમાર એસ. માણેક તથા સોનલબેન બી. ગોંડલીયા, જાગૃતિબેન કેલૈયા રોકાયેલ છે.

(3:31 pm IST)