Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

માધાપર ચોકડી પાસેથી મહેશ જીંજુવાડીયા ચોરાઉ બાઇક સાથે પકડાયો

રાજકોટઃ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલની સુચનાથી ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.એસ.પટેલ, હેડ કોન્સ. ખોડુભા, વનરાજભાઇ, ગોપાલભાઇ, દિવ્યરાજસિંહ તથા બ્રીજરાજસિંહ સહીત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. વનરાજભાઇ લાવડીયા અને દિવ્યરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે માધાપર ચોકડી પાસેથી મહેશ રામસીંગભાઇ જીંજુવાડીયા(ઉ.વ.૩પ) રહે. વસંત વિહાર એપાર્ટમેન્ટ બી.વીંગ દોઢસો ફુટ રીંગ રોડને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો. તેણે આ બાઇક ત્રણ વર્ષ પહેલા ભકિતનગર સર્કલ પાસેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.

(3:29 pm IST)