Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

તલાટીઓની હડતાલ તૂટવા લાગીઃ સાંજ સુધીમાં ખૂલાસો કરવા પ્રમુખને મહેતલ

ડે. ડી.ડી.ઓ. કહે છે અડધા જેટલા તલાટીઓ હડતાલ પર ગયેલા જ નહિ, જે હડતાલ પર છે તેમાંથી ઘણા પાછા આવવાના વાવડ

રાજકોટ તા. ૬: જિલ્લા પંચાયતના તલાટીઓએ તલાટી મંડળના પ્રમુખ ચિરાગ ગરૈયાને આપેલ શોકોઝ નોટીસના વિરોધમાં આદરેલ હડતાલ વગર સમાધાને નબળી પડી રહ્યાના વાવડ છે. પ્રમુખે જવાબ આપવા માટે માગેલ ૭ દિવસની મુદતની માંગણી નોટીસ આપનાર ડે. ડી.ડી.ઓ. રામદેવસિંહ, ગોહિલે ફગાવી આજે સાંજ સુધીમાં જવાબ આપવા આદેશ આપ્યો છે. ફરજમાં બેદરકારી બદલ મંડળના પ્રમુખ સામે પગલા તોળાઇ રહ્યા છે.

ડે. ડી.ડી.ઓએ આજે જણાવેલ કે કુલ ૪૦૦ જેટલા પૈકી ર૦૦ જેટલા તલાટીઓ-હડતાલ પર ગયેલ બાકીના ફરજ પર યથાવત છે. જે હડતાલ પર છે તેમાંના ઘણા તલાટી ફરજ પર પરત આવી રહ્યાના વાવડ છે. મંડળના પ્રમુખ નોટીસના જવાબ આપે પછી આગળની કાર્યવાહી હાથ ધરાશે. આજ સાંજ સુધીની મુદત અપાયેલ છે.

(3:27 pm IST)