Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

પ્લાઝમા ડોનેટ કરી માનવતા મહેકાવી

'દિકરાનું ઘર' દ્વારા થયેલ અપીલને પિતા-પુત્રીએ ઝીલી લીધી

રાજકોટઃ તા.૬, હાલ કોરોનાની વિકરાળ પરિસ્થિતિમાંથી રાજકોટ ભયજનક સ્થિતિમાંથી પસાર થઇ રહયું છે. છેલ્લા એક માસથી અંદાજે રોજ ૧૦૦ જેટલા કોરોનાદર્દીઓ સામે આવે છે. લોકો  ભયના   ઓથાર નીચે જીવે છે. શહેરની   હોસ્પિટલો દર્દીઓથી ઉભરાય  છે. અસંખ્ય લોકો મૃત્યુના મુખમાં હોમાતા જાય છે  ત્યારે સેવા નગરી રાજકોટના સેવકોએ માનવતાને મહેકાવી છે. 

'દીકરાનું ઘર' વૃદ્ઘાશ્રમ દ્વારા હાલ કોરોનાથી પીડીત જરૂરીયાત મંદ દર્દીઓને પ્લાઝામાં સહેલાઈથી મળી રહે એ માટેની અદભૂત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમરેલી જિલ્લાના વડીયા ગામના વતની અને ૧૯૯૨થી દેશની સૌથી મોટી વ્યવસાયીક બેંક સ્ટેટ બેંકમાં ઓફિસર તરીકે ફરજ બજાવતા સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા ઓફિસર્સ એસોશીએશનના રીજીયોનલ સેક્રેટરી તરીકે જવાબદારી સંભાળતા રાજુભાઈ ડાંગર અને તેમની વહાલસોયી દીકરી કે જે હાલ રાજકોટ મેડીકલ કોલેજમાં એમ.બી.બી.એસ. ના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે. આ બંને પિતા-પુત્રીએ જરૂરીયાતના સમયે 'દીકરાનું ઘર' ની ટહેલને જીલીને પ્લાઝમા ડોનેટ કરી માનવતાને મહેકાવી છે.

'દીકરાનું ઘર' વૃદ્ઘાશ્રમના સ્થાપક મુકેશ દોશી, ઉપેન મોદી, અનુપમ દોશી, સુનીલ વોરા, કિરીટ આદ્રોજા અને નલીન તન્નાએ આ પિતા-તપુત્રીને નતમસ્તકે વંદન કરી તેમના ઉતમ કાર્યને બીરદાવ્યું હતું.

(3:21 pm IST)