Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

શહેરના નવા ૭ વિસ્તારો માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર

ગઇ કાલે ૩૫ હજાર ઘરમાં સર્વે કરાયો તેમાંથી માત્ર ૪ લોકોને તાવ -શરદી-ઉધરસના દર્દી મળ્યા : પાંચ હજાર લોકોને ધનવંતરી રથ મારફત તપાસ કરાઇ

રાજકોટ તા. ૬:  શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત શહેરના કુલ ૭ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ ફેલાયુ હોવાનું જાહેર થયું છે.

આ  વિસ્તારો સહિત ૯૯ જેટલા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવાયા છે અને ગઇકાલે કુલ ૩૫ હજાર ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૪ વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.

આ અંગે સત્ત્।ાવાર જાહેર થયેલ વિગતો મુજબ મ્યુ. કોર્પોરેશનની ૧૦૩૨ જેટલી સર્વેલન્સ ટીમ દ્વારા ૩૫ હજાર મકાનોનો સર્વે કરાયેલ. જેમાં ૪ વ્યકિતઓને તાવ - શરદી - ઉધરસના લક્ષણો જણાયેલ. જયારે ૫૦ ધનવંતરી રથ મારફત ૧૦,૧૩૭ લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

ઉપરાંત ગઇકાલે ૩૬ ટેસ્ટીંગ વાન દ્વારા લોકોનો એન્ટીજન કીટ દ્વારા કોરોના ટેસ્ટ કરાયેલ. જેમાં શ્રોફા રોડ ક્રિષ્ના નગર, સાંઇબાબા સોસાયટી, મફતિયા પરા, ગંગોત્રી પાર્ક, રૂષીકેશ પાર્ક, જલારામ નગર, સુર્યા પાર્ક, અર્પણ પાર્ક, રૈયા ગામ, સંતોષ પાર્ક, જીવંતિકા, અંજની સોસા., શિવશકિત સોસા., રાજલક્ષ્મી, સેટેલાઇટ ચોક, રણછોડનગર, શિવનગર, સિધ્ધીવિનાયક સોસા. શ્રી કોલોની, ગુલાબવાટીકા, પંચાયત, મંગલપાર્ક, આફ્રિકા કોલોની, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, તોરલ પાર્ક સંસ્કાર સીટી, આંગન પાર્ક, વાવડી ગામ, કેવડાવાડી, ગોપાલનગર, લક્ષ્મીવાડી સહિતના વિસ્તારોમાં કોરોના ટેસ્ટ, ધનવંતરી રથ,સંજીવની રથ અને સર્વેલન્સની કામગીરી થઇ હતી

માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં ગઇ કાલેની સ્થિતએ શ્રી હરિ પાર્ક, મવડી રોડ, કરણ પાર્ક, નાના મૌવા મેઇન રોડ, ગુરૂવદન એપાર્ટમેન્ટ, ગ્રીનલેન્ડ ચોકડી, અંબિકા પાર્ક, મણીનગર, રૈયા રોડ, અમરનાથ પાર્ક- કોઠારિયા રોડ, ક્રિષ્ના પાર્ક-કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં ૯૯ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન (એટલે કે કોરોના પોઝીટીવનું મકાન અને તેની આસપાસના કન્ટેન્ટમેન્ટ ઝોન) કાર્યરત છે.

(3:20 pm IST)