Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના અધિકારી વિરૂધ્ધ રાજકોટ સ્થિત પત્નિની ત્રાસની ફરિયાદઃ અન્ય સ્ત્રી સાથે લફરૂ હોવાનો આક્ષેપ

સોનીકાબેન પરમારે રાજકોટ રહેતાં સાસુ-સસરા અને નણંદ-નણદોયાના પણ આરોપીમાં નામ આપતાં મહિલા પોલીસની તપાસ

રાજકોટ તા. ૬: હાલ શેઠનગરમાં માવતરે રહેતી મહિલાએ અમદાવાદ મ્યુ. કોર્પોરેશનમાં પશ્ચિમ ઝોનના વડા તરીકે ફરજ બજાવતાં પોતાના પતિ તથા રાજકોટ રહેતાં સાસુ-સસરા-નણંદ અને નણદોયા વિરૂધ્ધ ત્રાસની ફરિયાદ નોંધાવી છે. પતિએ અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધ હોઇ તેનો વાંધો ઉઠાવતાં ત્રાસ ગુજારાયાનો અને સાસુ-સસરા સહિતે પણ પતિનો સાથ આપ્યાનો આરોપ ફરિયાદમાં મુકાયો છે.

મહિલા પોલીસે આ બારામાં હાલ જામનગર રોડ શેઠનગર-૯માં રહેતાં અને પીજીવીસીએલમાં નોકરી કરતાં સોનીકાબેન કમલકિશોરભાઇ પરમાર (ઉ.વ.૩૪)ની ફરિયાદ પરથી અમદાવાદ મકરબા ફાટક પાસે ઓર્કિડ વ્હાઇટ ફિલ્ડ ત્રીજા માળે રહેતાં પતિ કમલકિશોર મોહનલાલ પરમાર, રાજકોટ પંચાયત ચોક વૃંદાવન સોસાયટી-૨માં રહેતાં સસરા મોહનલાલ નારણભાઇ પરમાર, સાસુ મધુબેન તથા દોશી હોસ્પિટલ પાછળ કલ્યાણનગરમાં રહેતી નણંદ અનિતાબેન, નણદોયા મહેશ પાલાભાઇ સોલંકી સામે આઇપીસી ૪૯૮ (ક), ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

સોનિકાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે મારા લગ્ન ૨૦૦૫માંજ્ઞાતિના રિવાજ મુજબ થયા છે અને સંતાનમાં સાત વર્ષની દિકરી છે. જે મારી સાથે છે. લગ્ન બાદ હું સાસરિયે રાજકોટ રહેતી હતી. એ પછી પતિને અમદાવાદ મ્યુ. કોર્પોરેશનમાં નોકરી મળતાં અમે વેજલપુરમાં ફલેટ રાખી રહેતાં હતાં. એ દરમિયાન પતિની મુલાકાત આરતી પ્રકાશભાઇ વ્યાસ સાથે થતાં એ બંનેને પ્રેમ થઇ ગયો હતો. જેની મને ખબર પડતાં વિરોધ કરતાં પતિ અને આરતીએ ૨૦૧૪માં નોટરી સમક્ષ સમજુતિ કરાર કરેલ. જે પૈકી રૂ. એક લાખ ખાધાખોરાકી પેટે આરતીને અપાયા હતાં. આ પછી પણ પતિ અને આરતી વચ્ચે ગેરકાયદેસર સંબંધ શરૂ થતાં મેં વિરોધ કરતાં અને સાસુ-સસરા-નણંદ-નણદોયાને વાત કરતાં તેણે ઉલ્ટાનો મારા પતિને સહકાર આપ્યો હતો.  પતિએ અવાર-નવાર રાજકોટ આવી તું છુટાછેડા કેમ આપતી નથી તેમ કહી ચારિત્ર્ય પર આક્ષેપો કરી ધમકી આપી હતી. પતિ રાજકોટ આવીને કહેતાં કે હું અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના પશ્ચિમ ઝોનમાં વડા છું, તું કોઇપણ ફરિયાદ કરીશ તો તારી ફરિયાદ ચાલશે નહિ.

પતિ છેલ્લા પાંચ વર્ષથી મારી પુત્રીની પણ કોઇ જવાબદારી લેતા નથી. સતત ત્રાસથી કંટાળી ગયા જુન મહિનાથી હું મારા માવતરે દિકરીને લઇને આવીગઇ છું. મારું સ્ત્ીરધન અને દરદાગીના પણ સાસરિયાનાકબ્જામાં છે. જે તેઓ પરત આપવા માંગતા નથી. તેમજ ધમકી આપે છે. સમાધાન પણ કરતાંન હોઇ અંતે ફરિયાદ કરવી પડી છે. એએસઆઇ એ. કે. સાંગાણીએ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

(12:47 pm IST)