Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

મોતીનો હાર પહેરવાથી માથાનો દુઃખાવો જળમુળમાંથી ભાગે

જયોતિષ શાસ્ત્રમાં રત્ન રાણીનું પ્રતિનિધિત્વ ધરાવતુ મોતી એટલે 'પર્લ' : પર્લ એ કેલ્શિયમ અને ઓકિસજનના સંયોજનથી બનેલુ સુંદર રત્ન છે

પર્લ એટલે કે મોતી જે એક સુંદર સફેદ રત્ન છે અને તે જયોતિષ શાસ્ત્રમાં રત્ન રાણીનું પ્રતિનિધિત્વ ધરાવે છે. મોતી ધારણ કરવાની સૌથી સારી બાબત એ છે કે તે ધારણ કરનાર વ્યકિતને કોઈપણ ખરાબ અથવા નકારાત્મક અસર આપતુ નથી. પર્લ રત્ન ને સામાન્ય રીતે જયોતિષની દૃષ્ટિએ મોતી રત્ન તરીકે ઓળખવામાં આવે છે. ચંદ્ર મોતીનો શાસક ગ્રહ છે. ઘણા લોકો પર્લ રત્ન એટલે કે મોતીની રીંગ પહેરે છે જે વ્યકિતના વ્યકિતત્વ અને અભુસણની  સુંદરતામાં વધારે કરે છે.

જયોતિષ શાસ્ત્ર મુજબ પર્લ રત્ન

જયોતિષ શાસ્ત્રમાં, કુંડળીમાં ગ્રહોના પ્લેસમેન્ટ મુજબ અને તેના આધારે રત્ન ધારણ કરવાની ભલામણ કરવામાં આવે છે. ચંદ્ર આ પર્લ એટલે કે  મોતી રત્નને સંચાલિત કરે છે જે કર્ક રાશિનો સ્વામી છે. ચંદ્ર એ નેચરલ સેટેલાઇટમાંનું એક છે અને તે પાણીયુકત સ્થળો, માનવ મન, હૃદય, નીંદર ,રસદાર પ્રકૃતિના છોડ, માતા વગેરે થી જોડાયેલો છે.ખાસ કરીને ચંદ્ર ગ્રહ કુંડળી માં મહિલા નો સ્વભાવ અને તેમના ચહેરા પરના પ્રભાવને દાર્શવે છે. જો કુંડળી માં ચંદ્ર ગ્રહ ના નકારાત્મ પરિણામો આપતો હોય તો મોતીનો ઉપયોગ લેવા માં આવે છે. મોતી સારી ઊંઘની  ખાતરી આપે છે અને ઈણસોમીયા (ઊંઘ ના આવવી) દૂર કરવામાં મદદ કરે છે. ડિપ્રેશન, ઓવેર થીંકીંગ જેવા માનસિક તકલીફો ધીમે ધીમે દૂર થાય છે. વ્યકિતની કુંડળીમાં ચંદ્ર ગ્રહ વ્યકિતની માનસિક સ્થિરતા ને સૂચવે છે  ચંદ્રની ફાયદાકારક અસરો વધારવા માટે, લોકોએ મોતી ધારણ કરવું જોઈએ. આ રત્નની સૌથી અગત્યની બાબત એ છે કે તમે તેને સુંદર ઝવેરાતમાં સામેલ કરી શકો છો.

મોતી રત્ન હવે વિવિધ પ્રકારના રંગોમાં ઉપલબ્ધ છે. અસલ મોતી સરળતાથી ઉપલબ્ધ નથી. કલ્ટિવેટેડ મોતી હવેના દિવસોમાં ઉપલબ્ધ છે.જે રીયલ મોતી જેટલું અસરકારક સાબિત નથી થતુંમ પર્લ એ કેલ્શિયમ અને ઓકસીજનનું સંયોજનથી બનેલું એક ખુબસુરત રત્ન છે. આ રત્ન મોટાભાગે ગોળાકાર માં જોવા મળે છે.

ચંદ્રને ફેમિનીન એટલે કે  નારીવાદી સ્વભાવ વાળો પણ  માનવામાં આવે છે અને તે સૌમ્યતા અને સૌંદર્યને સૂચવે છે. ચંદ્ર વ્યકિતનું મન પણ સૂચવે છે. જો કુંડળીમાં ચંદ્ર સકારાત્મક અને શકિતશાળી છે, તો વ્યકિત ઉદાર, સુંદર અને સમૃદ્ઘ હશે. જો કુંડળીમાં પ્લેસમેન્ટ ગ્રહો દ્વારા ચંદ્ર નબળો છે અથવા નબળી સ્થિતિમાં છે અથવા શત્રુ રાશિમાં છે, તો ચંદ્રના ઇચ્છિત પરિણામો તેમજ તે જે ઘરમાં સ્થાન ધરાવે છે અથવા સૂચવે છે તે વ્યકિત સારા પરિણામોની અપેક્ષા કરી શકાતી નથી. તેવા વ્યકિતના જીવનમાં  આત્મવિશ્વાસનો અભાવ, હતાશા, અસ્થિરતા અને અનિદ્રાથી પીડાય છે. તેને ભાગ્યે જ માનસિક શાંતિ મળે છે. વિશેષરૂપે,કુંડળી માં શનિ-ચંદ્ર, ચંદ્ર-રાહુ અને ચંદ્ર-કેતુ જેવા સંયોજન એટલે કે કોંજયુકશન્સ ખૂબ ખરાબ માનવામાં આવે છે. મૂળ તેના જીવનમાં મોટા ભાગે હતાશા અનિઈચ્છિત પરિણામો અને માસિક પીડાથી બહાર આવતું નથી.મોટા ભાગે મહા દશા, અંતર દશા અને અન્ય યોગ પણ મહત્વકાંક્ષા ધરાવે છે.

રત્ત્નો મનુષ્યના સૂક્ષ્મ ઉર્જા  ક્ષેત્રને અસર કરે છે. આપણી ઉર્જા અને વિચાર પ્રક્રિયા ને તે મુજબ ક્રિયાઓ (કર્મો)માં ઉર્જા દ્વારા સંચાલિત કરવા માં આવે છે. જો પાપ ગ્રહો ચંદ્ર સાથે પ્લેસમેન્ટ ધરાવે છે, અથવા ચંદ્રને ૬ , ૮ અથવા ૧૨ મા હોઉસમાં એટલે કે ઘરમાં પ્લેસમેન્ટ કરે છે , તો પર્લ રત્ન એટલે કે મોતી પહેરી શકાય છે. પરંતુ આખરે આ રત્ન પહેરતા પહેલા જન્માક્ષરનું વિશ્લેષણ જાણકાર જયોતિષ દ્વારા થવું અનિવાર્ય છે કારણ કે હાલ માં અથવા આવનારી મહા દશા , અંતર દશા અને કુંડળી મા સ્થાન ધરાવતા યોગ પણ એટલું જ મહત્વ-કાન્ક્ષા ધરાવે છે.

મોતીની વ્યકિત પર અસર

જયારે પર્લને રિંગમાં અથવા માળાના રૂપમાં પહેરવામાં આવે છે, ત્યારે ચંદ્રની સતત વાઇબ્રેટિંગ ઉર્જા તે વ્યકિતની આભ મંડળ એટલે કે ઔરા માં સમાઈ જાય છે. અને  કોઈ પણ વ્યકિત નકારાત્મક ઉર્જાથી સામનો કરવાની શમતા પ્રદાન કરે છે. મોતી ધારણ કરનારને  આત્મવિશ્વાસ મેળવે છે અને તેનામાં ઉર્જાનો વહેતો અનુભવ કરે છે. મહિલાઓ માટે અને ભાવનાત્મક લોકો માટે તેમની ઇચ્છા શકિતને મજબૂત કરવા માટે પણ મોતીની ભલામણ કરવામાં આવે છે. જે લોકો વિવિધ પ્રકારના તેલ, દવાઓ, દૂધ, રસાયણો, પીણા અને ઈમ્પોર્ટ-એકસપોર્ટ વગેરે સહિતના ક્ષેત્રમાં છે તેઓએ સક્ષમતા ધરાવતા એસ્ટ્રોલોજર પાસેથી સલાહ લઈ રીયલ મોતી ધારણ કરવું જોઈએ.

મોતી દ્વારા ઉપચાર થતી આરોગ્ય સમસ્યાઓ

કુંડળીમાં નબળો  ચંદ્ર ઘણી આરોગ્ય સમસ્યાઓનો સંકેત આપે છે જેમાં ઊંઘ, ડિપ્રેશન, નબળા મન, અપચો, અસ્થમા, ટી.બી., હૃદયની સમસ્યાઓ, મહિલાઓમાં માસિક વિકાર અને નબળા દ્રષ્ટિ વગેરે જેવા રોગો માટે મોતી ઉપયોગી સાબિત થાય  છે.

મોતી ના પ્રકાર

પર્લ  એટલે કે આપણું જાણીતું મોતીના મૂળભૂત બે જાતો ઉપલબ્ધ છે - તાજા પાણી એટલે કે સ્વીટ વોટર પર્લ  અને ખારા પાણી એટલે કે  સાલ્ટ વોટર પર્લ . મેનમેડ એટલે કે માનવસર્જિત તળાવોમાં કલ્ટીવાટે કરતા તાજા પાણીના મોતી અને ખારા પાણીના મોતી એટલે કે સમુદ્રમાં પ્રાકૃતિક રીતે છીપમાંથી મળે છે. સોલ્ટવોટર પર્લને શ્રેષ્ઠ અને ઉચ્ચ-ગુણવત્તાવાળા રત્ન માનવામાં આવે છે અને તેનો પ્રભાવ સારો સાબિત થઇ છે.

સફેદ મોતી ત્રીજા સૌથી લોકપ્રિય અને ખર્ચાળ પ્રકાર છે પરંતુ આ રત્ન વાદળી, ચાંદી અને સોનાના રંગમાં પણ ઉપલબ્ધ છે. મોટાભાગના લોકો સફેદ મોતીને  પસંદ કરે છે.જેમ- સ્ટોને જવેલરી પ્રેમીઓમાં કાળા પર્લ ને  સોનેરી શેડના પર્લ પણ ખૂબ પ્રખ્યાત છે. ગોલ્ડન મોતી  આ રત્નનો સૌથી આકર્ષક પ્રકાર છે.

૧. સફેદ મોતી

સફેદ-અકોયા (akoya), સફેદ સાઉથ પર્લ અને સફેદ સ્વીટ વોટર પર્લ  મૂળભૂત રીતે આ સફેદ મોતીના ત્રણ પ્રકાર છે. સફેદ મોતી  ૧-૦-૨.૦ એમએમ  સાઈઝ ના મોતી જેટલો નાનો થી  સૌથી મોટો કદ ૨૦.૦ એમએમ સાઈઝ કદના ઉપલબ્ધ છે. જયોતિષ શાસ્ત્રમાં, મોતીનો સફેદ રંગ શુદ્ઘતા, પ્રામાણિકતા અને આદર સાથે સંકળાયેલ છે. મોતીના આભૂષણમાં સફેદ મોતી લોક-પ્રિય છે.

સફેદ મોતી ધારણ કરવાના ફાયદા

મોતી સમુદ્રની ઊંડાઈ થી શોધી કાઢવા માં આવે છે  અને જો તે પ્રકૃતિ ના ઉપહાર થી કમ નથી. આ સુંદર મોતી ચંદ્ર સાથે જોડાયેલું છે અને તે  મનનો શાસક છે ,જે  વ્યકિતના જીવનમાં સુખ અને વ્યકિત ના નસીબ સાથે સંકળાયેલું  છે . જયારે ચંદ્રને સારી સ્થિતિમાં પ્લેસમેન્ટ ના મળે, ત્યારે તે મૂળ માનસિક અસ્થિરતા અને તાણનું કારણ બને છે. વ્હાઇટ મોતી  ધારણ કરવાથી વ્યકિત માનસિક તાણ અને માંદગીથી રાહત મેળવે છે. નકારાત્મક ચંદ્ર કુંડળીમાં હોઈ તો તે  આંખ ની દૃષ્ટિને અસર કરી શકે છે પરંતુ મોતી ધારણ કરવાથી આંખોને લગતી બધી બીમારીઓને દૂર કરવામાં મદદ મળે છે. આંખ સુકાઈ જવી, લાલાશ આવવી, ડાયાબિટીસથી થતા આંખને  નુકસાન અને મોતિયા જેવી અન્ય બીમારીઓમા પણ વાઈટ મોતી ઘણું પ્રભાવસાળી સાબિત થઇ છે.

આ રત્ન બાળકો માટે ખૂબ જ સારો અને ફાયદાકારક છે, ખાસ કરીને ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટેમ  જો તમારું બાળક સતત કોઈ પણ પ્રકારની બીમારીથી પીડિત હોય અથવા સરળતાથી અવાર- નવાર બીમાર પડે છે, તો તમારે વાઈટ મોતી પહેરવાની  ભલામણ કરવી જોઈએ. સફેદ મોતી  હૃદયને મજબૂત અને સ્વસ્થ રાખે છે. એવું કહેવામાં આવે છે કે મોતી માંદગી દ્યટાડવામાં ફાયદો કરે છે અને શરીરમાં પાણીનું સંતુલન જાળવે છે. ન્યુમોનિયા( ફેફસા ને લગતી બીમારી) માટે પણ સફેદ મોતી ફાયદાકારક છે.

અન્ય રોગો : મોતી રત્ન ગળા, આંતરડા અને પેટ સંબંધિત બીમારીઓથી પણ રાહત આપે છે. તે શરીરમાં સકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપે છે અને મનને મજબૂત બનાવે છે. સફેદ મોતી તે લોકો માટે અમૃતની જેમ કાર્ય કરે છે જેઓ પ્રકૃતિમાં ખૂબ આક્રમક હોય છે.

મોતી તેની શાંત અસરોથી તમારા સ્વાસ્થ્યને સુધારી શકે છે. તેનાથી સૌથી વધુ ફાયદા મેળવવા માટે કોઈ પણ મોતી ની રિંગ ચાંદી માં પહેરી શકે છે.બસ ખાલી ધ્યાન  એટલું રહે કે મોતી રીયલ હોવું જોયે.રુદ્રાક્ષ સાથે સંયોજનમાં મોતી ડિપ્રેસન સંબંધિત સમસ્યાઓના નિવારણ લાવવા માં મદદ કરે છે.

૨. ગોલ્ડન મોતી

ગોલ્ડન મોતી એક સાથે ગુરુ અને ચંદ્ર  બંને ગ્રહો સાથે જોડાયેલ છે. આ રત્ન બંને ગ્રહોને મળીને લાભ આપશે. પ્રાચીન સમયમાં, રાજા અને તેમની રાણીઓ સોનેરી મોતી ના આભૂષણો પહેરતા અને હજી પણ તેમ ની માળા મયુઝીઈમ માં મળી શકે છે. લગ્નમાં વિલંબ, લગ્ન સંબંધિત સમસ્યાઓ અને પતિ-પત્ની વચ્ચેના તકરાર માટે સુવર્ણ મોતી શ્રેષ્ઠ છે.

ગોલ્ડન મોતી પહેરવાના ફાયદા

 જો ગુરુ ગ્રહ જન્મ કુંડળીમાં નબળુ સ્થાન ધરાવે છે તો તે લગ્નમાં વિલંબનું કારણ બની શકે છે અને લગ્નના પ્રસ્તાવોમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. ગુરુ ગ્રહના આ અમુક કારણોને લીધે વ્યકિતને તેમના માટે યોગ્ય જીવનસાથી શોધવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ગુરુને સારા ફળ આપતું કરવા  અને લગ્ન પ્રસ્તાવના માર્ગમાં આવતી સમસ્યાઓથી બચવા. વ્યકિત એ ગોલ્ડન મોતીનો ધારણ કરવું જોઈએ. પરંતુ એક વખત જયોતિષ ની સલાહ અનિવારિયા છે. કેટલીકવાર, પારિવારિક અથવા અન્ય મુદ્દાઓ લગ્ન જીવનમાં મુશ્કેલી ઓ ઉભી કરી શકે છે. જયારે ગુરુ અને ચંદ્ર ગ્રહ નકારાત્મક અસર આપે છે ત્યારે વ્યકિત ને તેમના વૈવાહિક જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે.  ગોલ્ડન મોતી ફકત થોડા અઠવાડિયામાં આ સમસ્યાને હલ કરી શકે તેવું પ્રભાવિત સાબિત થઇ શકે છે. ગોલ્ડન મોતી પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ વધારી શકે છે. ચંદ્ર મુશ્કેલ સંજોગોમાં વ્યકિતને ઠંડુ અને શાંત સ્વભાવ આપે છે અને સોશ્યિલ  સંબંધોમાં ગુરુ ગ્રહ ને લઇ સમૃદ્ઘિ અને શાંતિ વધે છે.

૩. બ્લેક મોતી

ઘાટા અને વિચિત્ર કાળા મોતીના આ રત્નને  મહિલાઓ અને પુરુષોની કલ્પનાઓને આકર્ષિત કરી છે. કાળા મોતી સોનેરી અને સફેદ મોતી  કરતાં સો ગણો દુર્લભ છે. બ્લેક મોતી એ દુર્લભ રંગ છે. તેમની પાસે અન્ય મોતી કરતા ચમક વધારે છે. અમુક પૌરાણિક કથાઓ અનુસાર, કાલા રંગનું  મોતી જીવનમાં સંપત્તિ અને શાંતિ સાથે સંકળાયેલ છે અને સુખ, સમૃદ્ઘિ અને શાંતિ પ્રદાન કરે પણ છે

કાળા મોતી પહેરવાના ફાયદા

એવું કહેવામાં આવે છે કે કાળો મોતી પહેરનારના જીવનમાં સારા નસીબ અને સ્થિર લક્ષ્મી અને રધિ લાવે છે. તે અચાનક મૃત્યુ, અકસ્માતો અને દુર્ઘટનાથી બચાવે છે. વ્યવસાયમાં નુકસાન અથવા આર્થિક સંકટથી પીડાતા લોકોએ આ કાળું  મોતી  પહેરવું જોઈએ. તેઓ કાળા મોતીની રિંગ ચાંદીમાં પહેરી શકે છે.

આ કાળા મોતી પહેર્યા પછી સ્ત્રીઓ અપાર આત્મવિશ્વાસ અને સુંદરતાની ભાવના પ્રાપ્ત કરે છે. જયોતિષ શાસ્ત્ર અનુસાર, કાળા મોતીમાં માનવ શરીરની માંદગી અથવા રોગોને મટાડવાની હીલિંગ ગુણધર્મો છે. આ મોતી વ્યકિતના ગુસ્સાને શાંત કરે છે. તે વ્યકિતને આશાવાદી બનાવે છે અને નિરાશાવાદી સંબંધિત વિચારોને દૂર કરે છે.Moti  નો ગળાનો હાર અથવા રિંગ પહેરીને ગર્ભવતી સ્ત્રીઓને નઝર અને નકારાત્મકતાઓથી સુરક્ષિત કરે છે. જો કોઈ વ્યકિત નકારાત્મક લાગણીઓ અને વિચારોથી ભરેલી હોય તો કાળો મોતી પહેરવાથી નકારાત્મક ઉર્જા સોસાઈને મોટીમાં  સમાઈ જાય છે.

આરોગ્યને લગતી સમસ્યાઓ માટે પણ કાળું મોતી ફાયદા કારક સાબિત થઇ છે. તે પાચક બિમારીઓ, આંતરસ્ત્રાવીય વિકાર, આધાશીશી, માથાનો દુખાવો અને થાકથી રાહત આપી શકે છે. તે એલર્જી અને તેના પ્રભાવોને ઓછું કરવામાં મદદ કરે છે. ફકત મોતીના હારને પહેરવાથી માથાનો દુખાવો જળ મૂળ થી મટે છે. તે સામાન્ય શરદી, શ્વસન ચેપ અને શ્વાસનળી ને લગતી સમસ્યાઓ મટાડે છે.કાળા મોતીના ઉપચાર અને  ગુણધર્મોને વિસ્તૃત અને શુદ્ઘ એટલે કે હીલિંગ કરવા માટે, તમે તેને હીરા અથવા અન્ય કોઈ રત્ન સાથે જોડી શકો છો.

:: આલેખનઃ:

રઘુરાજ રૂપારેલીયા

રાજકોટઃ મો.૯૫૩૭૩૪૨૮૪૫

(મળવા માટે સમય લેવો જરૂરી)

(11:41 am IST)