Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

શારદામણી વિદ્યાલયવાળા જાની પરિવાર દ્વારા માતુશ્રીની સ્મૃતિમાં પ્રેરક ગૌસેવા

વાંકાનેરની અંધ-અપંગ ગૌશાળાને રૂ. રપ હજારનું દાનઃ કોરોના કાળમાં મૃતક પાછળની વિધિનો ખર્ચ બચાવી સેવા કાર્ય

રાજકોટ તા. ૬ :.. શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણીક સંસ્થા શારદામણી વિદ્યાલય રણછોડનગરવાળા જાની પરિવારે માતુશ્રીના મૃત્યુ નિમિતે પરંપરાગત વિધિમાં કાપ મૂકી બચેલ પૈસા વાંકાનેરની જાણીતી શ્રી અંધ - અપંગ ગૌશાળા, જીનપરા (ફોન નં. ૦ર૮ર૮ રર૧૯૬પ) ને અર્પણ કરી કોરોનાં કાળમાં સમજણ સાથે ગૌસેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે.

શ્રી જયંતીભાઇ, શ્રી કિશોરભાઇ અને શ્રી નયનભાઇના માતુશ્રી લલિતાબેન અમૃતલાલ જાનીનું તા. ર૪ મીના દિવસે અવસ્થાના કારણે પ્રભુ સ્મરણ કરતા કરતા અવસાન થયેલ. તેમના સૂપૂત્રોએ તેમની સ્મૃતિમાં રૂ. રપ હજાર વાંકાનેરની ગૌશાળાને અર્પણ કરેલ ગૌશાળા વતી ટ્રસ્ટી જગદીશભાઇ શાસ્ત્રી તથા વ્યવસ્થાપક સમિતિના સભ્યો વલ્લભભાઇ દૂધાત્રા, જયંતીભાઇ પટેલ, સુરેશભાઇ જાદવ વગેરેએ સ્વીકાર્યો હતો. પરિવાર વતી શ્રી જયંતીભાઇ જાનીએ ચેક અર્પણ કરી ગૌસેવાની પ્રવૃતિને બીરદાવી હતી. ચેક સ્વીકારનાર આગેવાનો અને રાજકોટ શહેર આચાર્ય સંઘના પૂર્વ પ્રમુખ રસિકભાઇ નિમાવત વગેરેએ જાની પરિવારને આભાર સાથે  અભિનંદન પાઠવ્યા હતાં.

(11:39 am IST)