Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

વધુ ૧૦ લાખ પરિવારોને NFSAનો લાભ આપવાની સંવેદના દર્શવતી રૂપાણી સરકાર : રાજુ ધ્રુવ

રાજકોટ તા. ૫ : કોરોનાના કપરા કાળમાં સતત સમાન્ય જનની સુખાકારી માટે નિર્ણયો લઇ રહે વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી સરકારે તાજેતરમાં ફુડ સિકયોરીટી એકટ હેઠળ વધુ ૧૦ લાખ પરિવારોને સમાવવાનો નિર્ણય જાહેર કરી સંવેદનશીલતાનો વધુ એક પુરાવો આપ્યો હોવાનું ભાજપ અગ્રણી રાજુ ધ્રુવે જણાવેલ છે.

સરકારે રાજયમાં ૩ કરોડ ૨૫ લાખ લોકોને અત્યારે રાહતદરે પ્રતિમાસ ઘઉં-ચોખાનું વિતરણ કર્યુ. આનો લાભ વધુ ૫૦ લાખ લોકોને મળતો થશે. વધુ ૧૦ લાખ ફુડ સીકયુરીટી એકટ અનવ્યે રાહતદરે અનાજ આપવા નિર્ણય લેવાયો છે. આવા લાભાર્થીઓને દર મહિને વ્યકિત દીઠ સાડા ત્રણ કિલો ઘઉં, દોઢ કિલો ચોખા મળી કુલ પ કિલો અનાજ રાહત ભાવે આપવા સંવેદનાભર્યો અભિગમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અપનાવ્યો છે.

નગરો શહેરો અને ગામોમાં વસતા રીક્ષા-છકડો મીની ટેમ્પો જેવા થ્ર વ્હીલર વાહનો ચલાવતા રોજનું કમાઇને રોજ ખાતાર અને પરિવારનું ગુજરાન ચલાવતા આવા વાહન ચાલકોને પણ રાહતદરે અનાજ અપાશે.

વિજયભાઇ રૂપાણીએ નીરાધાર ગંગા સ્વરૂપ માતા-બહેનો જે મહિલા બાળ કલ્યાણ વિભાગ દ્વારા અપાતુ ગંગા સ્વરૂપા વિધવા પેન્શન મેળવે છે તેવી માતા બહેનોને તેમજ સરકાર માન્ય સંસ્થાઓમાં વસતી બહેનોને એનએફએસએ લાભ આપવા નિર્ણય કર્યો છે.

વરીષ્ઠ વૃધ્ધોને પ્રમાણમાં લાભ મળે તેવા ભાવ સાથે એનએફએસએ અન્વયે અનાજ મેળવવાની વય મર્યાદા પણ વૃધ્ધ વડીલો માટે ૬૫ ને બદલે ૬૦ વર્ષ કરવાનો અભિગમ અપનાવાયો છે. ઉપરાંત બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકો કન્સ્ટ્રકશન વર્કરોને પણ એનએફએસએ યોજનામાં આવરી લેવાનો નિર્ણય વિજયભાઇની સંવેદનશીલ સરકારે કર્યો હોવાનું અંતમાં રાજુભાઇ ધ્રુવે જણાવેલ છે.

(2:52 pm IST)