Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

શબ્‍દ તર્પણ...સમભાવ ટ્રસ્‍ટ દ્વારા ભૂપતભાઇ વડોદરીયાનું પત્રકારત્‍વ અને સાહિત્‍યનું સિમ્‍પોજીયમ

તરૂણ દતાણી અને કૌશિક મહેતાએ ભૂપતભાઇના કાયકાળને સુવર્ણકાળ ગણાવ્‍યો : હાસ્‍ય લેખક હર્ષદ પંડયા દ્વારા લઘુનવલકથાનું રસદર્શન

રાજકોટ : વર્ષો પૂર્વે એક અખબાર ના કર્મચારી થી તંત્રીપદે રહી સંશોધનાત્‍મક પત્રકારત્‍વનો ઇતિહાસ સ્‍થાપિત કરનાર ખ્‍યાતનામ પત્રકાર અને સાહિત્‍યકાર ભૂપતભાઇ વડોદરિયાને શબ્‍દવંદના કરવાનો એક સિમ્‍પોજીયમ રાજકોટને આંગણે થતા અહીં વક્‍તા અને શ્રોતાએમાં એક સૂર ઉઠ્‍યો કે સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીમાં શ્રી ઝવેરચંદ મેઘાણી અને અમળતલાલ શેઠની જેમ ભૂપત ભાઇ વડોદરિયાની ચેર સહીત સ્‍મળતિ કાયમી રહે તેના પ્રત્‍યુત્તર માં સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીના વાઇસ ચાન્‍સેલર ડો. ગિરીશ ભીમાણીએ આવો સૌ સાથે મળી ભૂપતભાઇની કાયમી યાદી વિશ્વવિદ્યાલયમાં રહેતે માટે તૈયારી દર્શાવી સિમ્‍પોજીયમને સાર્થક ગણાવ્‍યું હતું. હેમુગઢવી હોલમાં શનિવારે સમભાવ ટ્રસ્‍ટ આયોજિત ભૂપતભાઇ વડોદરીયાના પત્રકારત્‍વ અને સાહિત્‍યના સિમ્‍પોજીયમ નું આયોજન થયું હતું. રાજકોટમાં ફૂલછાબના તંત્રી તરીકે રાજકોટ ને કર્મભૂમિ બનાવનાર ભૂપતભાઇના નીડર પત્રકારત્‍વને યાદ કરાયું હતું જેમાં પ્રથમ સમભાવ ટ્રસ્‍ટના સંયોજક અને જાણીતા પત્રકાર તરુણભાઇ દતાણી એ ભૂપતભાઇના પત્રકારત્‍વ સાહિત્‍ય અને ગુજરાત સરકારના માહિતીઅધિકારી તરીકે કામગીરીના ઉદાહરણ સાથે વક્‍તવ્‍ય રજૂ કરતા ભૂપતભાઇનો રાજકોટનો પત્રકારત્‍વનો કાર્યકાળ જીવંત થયો હતો  જયારે ફૂલછાબના તંત્રી કૌશિક મહેતાએ ભૂપતભાઇના ફૂલછાબમાં સંશોધનાત્‍મક પત્રકારત્‍વની વાત રજૂ કરી એને સુવર્ણકાળ ગણાવી ભૂપતભાઇની કાર્યશૈલી અને ધારદાર લેખન આજે વિસરાય તેવું નથી. આ તકે જાણીતા હાસ્‍યલેખક હર્ષદ પંડયાએ સદગત ભૂપતભાઇની હાસ્‍ય લઘુ નવલકથા ખાલી ખિસ્‍સે આવ્‍યાની ચોટદાર રજૂઆત કરી છે આ સિમ્‍પોજીયમ માં સમભાવ જૂથના કિરણભાઇ વડોદરિયા ખાસ હાજર રહી ભૂપતભાઇના રાજકોટના એ દિવસો અને સંસ્‍મરણો શબ્‍દ વંદનાના ભાગીદાર બન્‍યા હતાંઆ સમગ્ર સિમ્‍પોજીયમનું સંચાલન વી ટી વી સૌરાષ્‍ટ્ર કચ્‍છ એસોસીએટ એડિટર ધર્મેશ વૈદ્ય એ કર્યું હતું. ભૂપતભાઇ વડોદરિયા ની સ્‍મળતિ માં પત્રકારત્‍વ એવોર્ડ અપાશે. રાજકોટમાં આ શબ્‍દવંદનામાં સમભાવ ટ્રસ્‍ટની કામગીરી વર્ણવતા તરુણભાઇ દતાણી એ કહ્યું હતું મીડિયા સાથે સમભાવ ગ્રુપ અંબાજી સહીત વિસ્‍તારોમાં કુપોષણ ની સમસ્‍યા દૂર કરવા સગર્ભા માતાઓ મેડિકલ ચેકઅપ ખોરાક સહીતનો ખ્‍યાલ રાખી રહ્યા છે જયારે એક એમ્‍બયુલન્‍સ પણ આવા વિસ્‍તારને અર્પણ કરનાર છે જયારે ભૂપત ભાઇની સ્‍મળતિમાં ગુજરાતમાં પત્રકારત્‍વ એવોર્ડ પણ જાહેર કરનાર છે. પત્રકારત્‍વમાં પી એચ ડી કરનારને આ સમભાવ ટ્રસ્‍ટ દ્વારા સ્‍કોલરશીપ આપવાનો સંકલ્‍પ જાહેર કર્યો હતો.

(4:33 pm IST)