Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

મહિલા ગૃહ ઉદ્યોગ દ્વારા નારી શકિત સન્‍માન

ગરીબ મધ્‍યમ વર્ગની બહેનો માટે પૂરક રોજગારી ઉભી કરવાના નિર્ધાર સાથે કાર્યરત ‘રાજકોટ શહેર મહિલા ગૃહ ઉદ્યોગ સહકારી મંડળી'ના ઉપક્રમે આ શુક્રવારે રાષ્‍ટ્રીય શાળામાં ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષ ડો.નિમાબેન આચાર્યની ઉપસ્‍થિતીમાં એક ગૃહલક્ષ્મી નારી શકિત સન્‍માન સમારંભ યોજવામાં આવેલ. વિધાનસભાના અધ્‍યક્ષ ડો.નિમાબેનના હસ્‍તે મંડળીના ૨૫ વર્ષ સુધી સેવા આપી નિવૃત થતાં પ્રમુખ ઉષાબેન કનુભાઇ ચૌહાણ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં.૭૨ના નિવૃત આચાર્ય અને મંડળીના ઉપપ્રમુખ રીટાબેન કુબાવત, કાર્યકારી પ્રમુખ અને નિવૃત શિક્ષક મધુરીકાબેન જાડેજા, પૂર્વપ્રમુખ લીલાબેન ગોદાવરીયા,ઉપપ્રમુખ અને મ્‍યુ.કોર્પોરેટર નયનાબેન પેઢડીયા, નિવૃત શિક્ષક અને ડાયરેકટર ભારતીબેન સનીસરા તથા માનદમંત્રી મંગળાબેન સોજીત્રા (રૈયાણી)નું સાલ ઓઢાડી અને પુષ્‍પગુચ્‍છ આપી સન્‍માન કરવામાં આવ્‍યુ હતું. જેમાં રાજકોટ મ્‍યુ.કોર્પો.ના ડેપ્‍યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ પણ જોડાયા હતા. આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન મંડળીના પૂર્વ પ્રમુખ અને પૂર્વ ડેપ્‍યુટી મેયર જશુમતીબેન વસાણીએ સંભાળેલ હતું. જ્‍યારે મંડળીના સલાહકાર સી.એલ.રૈયાણી, રસિકભાઇ નિમાવત ઉપરાંત કોર્પોરેશનના આરોગ્‍ય સમિતિના ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા, રમાબેન હેરમા, એચ.એ.નકાણી, હિંમતભાઇ લાબડીયા સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.

(4:29 pm IST)