Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

ભાજપ યુવા મોરચા દ્વારા વૃક્ષારોપણ

પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો.પ્રશાંત કોરાટના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપ યુવા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવશે તે અંતગર્ત વિશ્‍વ પર્યાવરણ દિવસ નિમિતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ વોર્ડમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. તે અંતર્ગત વોર્ડ નં. ૯ માં વૃક્ષારોપણ કાર્યક્રમનો પ્રારંભ સાંસદ રાજેશભાઈ ચુડાસમા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની પ્રેરક ઉપસ્‍થિતિમાં કરવામાં આવેલ.  આ તકે વિવિધ વોર્ડમાં  નિતીન ભારદ્વાજ, જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્‍દ્રસિહ ઠાકુર, વિક્રમ પુજારા, મહેશ રાઠોડ, રઘુભાઈ ધોળકીયા, પરેશ હુંબલ, પુષ્‍કર પટેલ સહીતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહયા હતા. આ તકે યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિહ જાડેજા, હેમાંગ પીપળીયા ની આગેવાની હેઠળ  યુવા મોરચાના જયકીશન ઝાલા, પ્રવીણ સેગલીયા, સહદેવ ડોડીયા, કરણ સોરઠીયા, સંજય વજકાણી, ગૌરવ મહેતા તેમજ વોર્ડના યુવા મોરચાના પ્રમુખ સહીતના બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.

(4:28 pm IST)