Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

વિધાનસભા-૬૯ અને ૭૦માં ભાજપનો રાજનૈતિક પ્રવાસ

પ્રદેશ ભાજપની યોજનાનુસાર આગામી વિધાનસભા ચૂંટણી અતંર્ગત પ્રદેશ દ્વારા નિશ્‍ચિત કરેલા અગ્રણીઓ જેમકે રાજયના મંત્રીઓ,ધારાસભ્‍યઓ, પૂર્વ ધારાસભ્‍યો તેમજ અન્‍ય અગ્રણીઓ વગેરે રાજયની તમામ ૧૮ર વિધાનસભા મતવિસ્‍તારોમાં ત્રણ દિવસીય રાજનૈતિક પ્રવાસ નું આયોજક કરાયેલ. જેમાં  રાજકિય ગતિવિધિઓની માહિતી અને સંગઠનાત્‍મક દ્રષ્‍ટિકોણથી આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારી અંતર્ગત પરામર્શ કરાયો હતો. તે અંતર્ગત રાજકોટ મહાનગર વિધાનસભા-૬૯ અને ૭૦ના વિસ્‍તારો ખાતે  રાજનૈતિક પ્રવાસ યોજાયો હતો. આ તકે સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહીતના અગ્રણીઓએ પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળાના આશિર્વાદ ગ્રહણ કર્યા  હતા અને  વિવિધ મંદીરોમાં પૂજન-અર્ચન કરી ધન્‍યતા અનુભવી હતી. તેમજ વિધાનસભા-૬૯માં રાજેશભાઈ ચુડાસમા સાથે ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ,  ડો. જૈમનભાઈ ઉપાઘ્‍યાય, પુષ્‍કર પટેલ, નરેન્‍દ્રસિહ ઠાકુર,  સહીતના સાથે રહયા હતા અને  વિધાનસભા-૭૦માં જવાહરભાઈ ચાવડા સાથે સાંસદ રામભાઈ મોકરીયા, ઉદય કાનગડ,  જીતુ કોઠારી, રક્ષાબેન બોળીયા સહીતના ઉપસ્‍થિત રહયા  હતા. આ તકે વિરેન્‍દ્રસિહ ઝાલા, પ્રફુલભાઈ કાથરોટીયા, મહેશ રાઠોડ, વિક્રમ પુજારા, પરેશ હુંબલ, દિવ્‍યરાજસિહ ગોહિલ, રઘુભાઈ ધોળકીયા, ડો. માધવ દવે, જયોત્‍સનાબેન હળવદીયા, રક્ષાબેન વાયડા, અરૂણાબેન આડેસરા, દીપાબેન કાચા, અનિલભાઈ પારેખ, હરેશ જોષી, વિવિધ વોર્ડના પ્રભારી- પ્રમુખ-મહામંત્રીઓ દીલીપ પટેલ, મનુભાઈ વઘાશીયા, દીનેશ કારીયા, પ્રતાપભાઈ વોરા, નિતીન ભુત, પ્રવીણભાઈ મારૂ, રાજુભાઈ બોરીચા, હસુભાઈ ચોવટીયા, શૈલેષ પરસાણા, હીતેશ મારૂ, કાનભાઈ ખાણધર, જયરાજસિહ જાડેજા, રાજેન્‍દ્રસિહ ગોહિલ, દશરથભાઈ વાળા, ભાવેશ ટોયટા, હેમભાઈ પરમાર, હીતેશ રાવલ, તેજશ જોષી, કાથડભાઈ ડાંગર, જયસુખ મારવીયા, પ્રદીપ નીર્મળ, હીરેન સાપરીયા, વીરેન્‍દ્ર ભટૃ, રજનીભાઈ ગોલ, હરેશ કાનાણી, પરેશ તન્‍ના, કેતન વાછાણી, ધીરૂભાઈ તરાવીયા, ભરત સવસેટા, હરીભાઈ રાતડીયા, નરેન્‍દ્ર કુબાવત, વિપુલ માખેલા, જયંતીભાઈ નોંધણવદરા, યોગેશ ભટૃ, જગદીશ વાઘેલા સહીતના ઉપસ્‍થિત રહયા હતા. આ રાજનૈતિક પ્રવાસ દરમ્‍યાન ઉપરોકત પ્રદેશ અગ્રણીઓ દ્વારા વિધાનસભા મત વિસ્‍તારમાં  મંડલ સમિતિઓની તૈયારી, આગામી કાર્યક્રમોની સમીક્ષા, મુખ્‍ય જુથો,જાતિ સમુદાય તેમજ કેન્‍દ્ર- રાજય સરકારની કલ્‍યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંપર્ક, તાજેતરમાં પૂર્ણ થયેલા સરકારી કાર્યક્રમોની માહિતી, વિધાનસભા સીટનો અહેવાલ , વિધાનસભા સીટમાં આવતા  ધાર્મિક સ્‍થળની મુલાકાત, જ્ઞાતિ સમુદાય સાથે સંપર્ક, સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે સંપર્ક, વોર્ડમાં ચાલતા વિકાસ કાર્યોની મુલાકાત, જુના વરીષ્ઠ કાર્યકર્તાઓ - આગેવાનો સાથે મુલાકાત, વિવિધ સેવાકીય- સામાજીક સંસ્‍થાના આગેવાનો સાથે સંપર્ક, કાર્યકર્તા સાથે બેઠક, કાર્યકર્તા ના ઘેર ભોજન, રાત્રિ રોકાણ તેમજ  કાર્યક્રમોમાં ઉપસ્‍થિત રહી માર્ગદર્શન પુરૂ પાડવામાં પાડેલ હતું.

(4:27 pm IST)