Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

પડધરીમાં છરીની અણીએ લુંટ કરી ખંડણી માંગવાના ગુનામાં આરોપીના જામીન મંજુર

રાજકોટ, તા.૬: પડધરી પોસ્‍ટમાં નોંધાયેલ છરી વડે લુંટ કરી ખંડણી માંગવાના ગુન્‍હામાં પકડાયેલ આરોપી અભીજીત અજીતભાઇ ડોડીયા તથા મૌલીક ઉર્ફે મોલુ અજીતભાઇ વાઢેરને એડી.સેશન્‍સ કોર્ટે રેગ્‍યુલર જામીન મુકત કરવાનો હુકમ કરેલ હતો.
આ કેસની વિગત એવી છે કે આ કામના ફરીયાદીએ પડધરી પો.સ્‍ટેમાં ગઇ તા.૧૫-૫-૨૦૨ના રોજ તેવા આક્ષેપવાળી ફરીયાદ કરેલ હતી કે ફરીયાદી કિશોરભાઇ ડાયાભાઇ નાગર પોતાની ગોલાની દુકાનેથી પોતાના ઘર તરફ ચાલીને જતા હતા ત્‍યારે આરોપી પોતાનું એકટીવા મો.સા.લઇ સામે મળેલ અને ફરીયાદીની બાજુમાંથી પસાર થયેલ અને ઓંચીતા ફરીયાદીની બાજુમાં આવી ગયેલ ત્‍યારે અન્‍ય આરોપીએ ફરીયાદી પાસે આવી ફરીયાદી બથભરી આરોપીઓએ છરી કાઢી છરી વડે હુમલો કરી ફરીયાદીના ડાબા હાથના ખંભા પર તથા ડાબા હાથના અંગુઠા પર તથા ડાબા હાથના બંને વચ્‍ચેની આંગળીમાં ઇજા પહોંચાળી ફરીયાદી પાસેથી આરોપીઓ રૂા.૧૦ લાખની ખંડણી માંગી અને જો ખંડણી ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને ફરીયાદીના શર્ટના ઉપરના ખીચામાંથી રૂા.૯ હજારની લુટ કર્યા બાબતની ફરીયાદ આપેલ હતી.
ફરીયાદના અનુસંધાને પડધરી પો.સ્‍ટે.માં આઇ.પી.સી. કલમ ૩૯૪,૩૮૫,૫૦૬(૨) તથા ૧૧૪, જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુન્‍હો દાખલ થયેલ. ત્‍યારબાદ બંને આરોપીઓ આ કામમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી. ત્‍યારબાદ બંને આરોપીઓ દ્વારા સેશન્‍સ કોર્ટમાં રેગ્‍યુલર જામીન અરજી દાખલ કરેલ હતી. જેને રાજકોટના એડી.સેશન્‍સ જજ શ્રી એ.વી.હીરપરા સાહેબશ્રી બંને અરજદારોને રેગ્‍યુલર જામીન પર મુકત કરવા હુકમ કરેલ હતો.
અરજદાર/ આરોપી અભીજીત અજીતભાઇ ડોડીયા તથા મૌલીક ઉર્ફે મોલુ અજીતભાઇ વાઢેર વતી રાજકોટના ખ્‍યાતનામ એડવોકેટ  જીતેન્‍દ્રસિંહ.વી.પરમાર, અમીત એન.જનાણી, ચિરાગભાઇ મેતા, અને ઇકબાલભાઇ થૈયમ તથા વિજયભાઇ જોષી, એસ.એમ.ડાભી રોકાયેલ હતા.(

 

(4:25 pm IST)