Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

ચોરીના ગુન્હામાં ૩ વર્ષથી વોન્ટેડ આરોપીને ભાડલા પોલીસે ઝડપી લીધો

રાજકોટ તા. ૬ : ચોરીના ગુન્હામાં ૩ વર્ષથી વોન્ટેડ આરોપીને ભાડલા પોલીસે ઝડપી લીધો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડની સુચના તથા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા માટે કામગીરી હાથ ધરવામાં આવેલ હોય, જે અનુસંધાને ભાડલા પો.સ્ટે.ના ફર્સ્ટ ગુ.ર.નં. ૧૩/૨૦૧૯ આઇ.પી.સી. કલમ ૩૭૯, ૧૧૪ મુજબના ગુનાના કામેનો આરોપી ભરત ગભરૃભાઇ મંદુરીયા (વાડોદરીયા) (ઉં.વ.૨૯) રહે. મેંદપરા તા. ભેંસાણ, જી. જુનાગઢવાળો છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો હોય જેનું સીઆરપીસી કલમ ૭૦ મુજબનું વોરંટ નામદાર કોર્ટમાંથી મેળવવામાં આવેલ હોય, જે અનુસંધાને ભાડલા પો.સ્ટે.ના સ્ટાફ દ્વારા ભેંસાણ તાલુકો જી. જુનાગઢ ખાતેથી સદરહુ નાસતા ફરતા આરોપીને ભાડલા પો.સ્ટે. ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ કાર્યવાહીમાં ભાડલા પીએસઆઇ એચ.ડી.હિગરોજા, હેડ કોન્સ. મામૈયાભાઇ શામળા, પો.કો. લાલજીભાઇ તલસાણીયા તથા ડ્રા.પો.કો. નરેન્દ્રભાઇ ધાંધલ જોડાયા હતા.

(4:24 pm IST)