Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

મેડીકલેઇમની રકમ વ્‍યાજ ખર્ચ સાથે ચુકવવા વિમા કંપનીને હુકમ

રાજકોટ,તા. ૬ : અત્રે મેડીકલેઇમની રકમ વ્‍યાજ, ખર્ચ સાથે ચુકવવા વીમા કંપનીને ફોરમે હુકમ કર્યો હતો.
અત્રે યશ બેંક લિમિટેડનાં કર્મચારી દિપકકુમાર જમાનદાર મેંદપરાએ બેન્‍ક મારફત ગ્રુપમાં ફરીયાદી, ફરીયાદીનાં માતા,પિતા અને સાસુ, સસરાની કવર કરતી મેડીકલેઇમ પોલિસી ધી ઓરિએન્‍ટલ ઇન્‍સ્‍યોરન્‍સ કાું. લિ. પાસેથી લીધેલ. રાજકોટના ગાયત્રીનગર મેઇન રોડ, ઉમીયા ફરસાણની બાજુમાં, ‘જય' મકાનમાં રહેતા ફરીયાદીનાં સસરા હેમરાજભાઇ ચકુભાઇ કાનાણી, પોલિસીની મુદત દરમ્‍યાન કોવિડ-૧૯ નો ભોગ બનતા અને ફેફસામાં ઇન્‍ફેકશન અને ઓકિસજનની કમીને લીધે સરકાર માન્‍ય રાજકોટની જયનાથ હોસ્‍પિટલમાં અંદરનાં દર્દી તરીકે તા. ૨/૯/૨૦૨૦ના રોજ દાખલ કરી સારવાર આપવામાં આવેલ. વીમા કાું. સાથે ગ્રાહક દરજ્જે ફરીયાદી સંકળાયેલ હોય વીમા કાું. ની માંગણી મુજબનાં અસલ ડોક્‍યુમેન્‍ટસ ફરીયાદીએ પુરાં પાડેલા, ફરીયાદીને રૂા. ૧,૧૦,૦૫૦ નો મેડીકલ ખર્ચ થવા છતાં રૂા. ૪૦,૫૩૮ વીમા કાું. એ ચુકવેલ અને રૂા. ૬૯,૫૧૨ વિના કારણ ડીડકશન કરી સરકારશ્રીના નિયમોનું ઘોર ઉલ્લંઘન કરેલ. વીમા કાું. એ ડીડકશન કરેલ રૂા. ૬૯,૫૧૨ તથા તેના પર વ્‍યાજ, ખર્ચ મળતા ફરીયાદીએ રાજકોટના કન્‍ઝયુમર્સ ડીસ્‍પ્‍યુટ રીડ્રેસલ કમિશન સમક્ષ ફરીયાદ દાખલ કર્યા બાદ વીમા કાું. ના જવાબ, સોગંદનામા, પુરાવા તથા લેખિત, મૌખિક દલીલ તેમજ ફરીયાદીના સોગંદનામા, પુરાવા લેખિત, મૌખિક દલીલ ધ્‍યાનમાં લઇ વીમા કાું. એ ડીડકશન કરેલ રકમ રૂા. ૬૯,૫૧૨ તથા તેના પર વાર્ષિક ૬ ટકા વ્‍યાજ, ખર્ચ સાથે ફરીયાદીએ ચુકવવા રાજકોટ ગ્રાહક તકરારનાં પ્રમુખ પી.સી.રાવલ, મેમ્‍બર કે.પી.સચદે અને એમ.એસ.ભટે હુકમ કરેલ હતો. ફરીયાદી દિપકકુમાર જમનાદાસ મેંદપરાનાં વકિલ તરીકે જી.એન.ડોડિયા રોકાયેલ હતા.

 

(4:24 pm IST)