Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

ધોરણ ૧૦ માં ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરતી મોદી સ્‍કુલ

શિક્ષણ જગતમાં બોર્ડના પરિણામોમાં ગુણવતાની ‘હેટ્રીક' મારતી મોદી સ્‍કુલ્‍સ

રાજકોટ તા. ૬ : મોદી સ્‍કુલે પ્રથમ સાયન્‍સ ક્ષેત્રમાં પોતાની નામના ખુબજ બનાવી. સાયન્‍સના ક્ષેત્રમાં એમબીબીએસની ફ્રી સીટ, ધીરૂભાઇ અંબાણી ઇન્‍સ્‍ટીટયુટ પીડીપીયુ કે આઇઆઇટી કે એનઆઇટીની એડમીશનની વાત હોઇ ત્‍યારે વાલીની સમગ્ર ગુજરાતમાં મોદી સ્‍કુલ પર પસંદગી ઉતરતી હોય છ.ે તેમ કોમર્સ અને આર્ટસમાં પણ સીએ,સી.એસ. એમબીએ, એમસીએ અથવા યુપીએસસી, જીડીએસસી, બેન્‍કીંગ જેવી સ્‍પર્ધામાં પરીક્ષા અથવા ઇન્‍ટીગ્રેટેડ એમબીએ માટે આઇપીએમએટી તથા એકાઉન્‍ટીંગ માટે ટીએએલએલવાય, સીએલએટી-એલએ ડબલ્‍યુ માટે કોર્ષમાં કોમર્સ/ આર્ટ્‍સ સ્‍કુલની પસંદગી કરતા હોય છે.
ધોરણ ૧ર સાયન્‍સ, કોમર્સ, આર્ટસ તથા ધોરણ-૧૦ ના પરિણામોમાં સતત સર્વોચ્‍ચ સ્‍થાને રહેનાર મોદી સ્‍કૂલ્‍સે આ પરંપરા આ વર્ષે પણ જાળવી રાખેલ છે.
માર્ચ ર૦રર નાં ધો. ૧ર સાયન્‍સનાં રિઝલ્‍ટમાં  GUJCET & BOARD TOP TEN માં ૮ વિદ્યાર્થીઓમાં  બોર્ડ ૩ સ્‍થાને પર તપના ખોખરીયા અને યશ સાધરીયા બોર્ડ ૭ સ્‍થાન પર દર્શ દવે અને કૌશલ ભાણવડીયા તથા બોર્ડ ૮ સ્‍થાન પર ઉમાણશિવ લાડવા, હિત અકબરી, આયુષ ભટ્ટ તથા ઓમ વિષ્‍ણુએ સ્‍થાન પ્રાપ્ત કરેલ છે.  GUJCER માં વિષય પ્રથમ ૪૦ માંથી ૪૦ માર્કસ મેળવનાર ૭ વિદ્યાર્થીઓ છે બોર્ડમાં ગણિત જેવા અઘરા વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ મેળવનાર ર વિદ્યાર્થીઓ છે.  માર્ચ-ર૦રરના ધો.૧ર  કોમર્સના રિઝલ્‍ટમાં બોર્ડ ટોપ ટેનમાં પ વિદ્યાર્થીઓએ સ્‍થાન પ્રાપ્ત કરેલ છે.  માર્ચ ર૦રરની ધો.૧૦ બોર્ડ પરીક્ષાના પરીણામમાં ૯૯.૯૯ પીઆર સાથે ભાખર યોગી બોઘરા ભકિત, મુંગરા દ્રષ્‍ટિ, રાઠોડ વિકાસ, દોમડીયા માહી બોર્ડ ફર્સ્‍ટ સ્‍થાન પ્રાપ્ત કરેલ છે. તેમજ દોમડીયા માહીએ ગણીત વિજ્ઞાન અને સંસ્‍કૃત એક ત્રણ વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવેલ છે. માહીના માતૃશ્રી કેન્‍સર જેવી ભયંકર બિમારી છે છતા ઘરકામ માતાની સારવાર કરતા કરતા પણ આવી જવલંત સિધ્‍ધી હાંસલ કરેલ છે. ૯૯.૯૮ પીઆર સાથે મણવર સાખી, પીપરીયા મીશ્વા, કાથરોટીયા હિરવા, શેઠ ફ્રેયા, ઓઝા પુર્વા બોર્ડ સેકન્‍ડ સ્‍થાન પ્રાપ્ત કરેલ છે. ૯૯.૯૭ પીઆર સાથે બુસા ક્રિષ્‍ના, રામાણી જાનવી, ઘેડીયા ક્રિશા, ઠાકર અંશુલ બોર્ડ  થર્ડ સ્‍થાન પ્રાપ્ત કરેલ છે.

 

(4:23 pm IST)