Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

પાસાનું વોરન્ટ નીકળ્યા બાદ ૨૦૧૧થી ફરાર રાજસ્થાની ગણપતને ક્રાઇમ બ્રાંચે પકડી લીધો

પીએસઆઇ હુણ અને ટીમે બેડી ચોકડીથી પકડી માલવીયાનગરને સોંપ્યો

રાજકોટ તા. ૬: શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશનના ગુનામાં ૨૦૧૧માં રાજસ્થાનના જાલોરના સાંચોર તાબેના બાવરલા ગામના વિષ્ણુનગરમાં રહેતાં ગણપત કાસબારામ બિસ્નોઇ (ઉ.૫૧) વિરૃધ્ધ પાસાનું વોરન્ટ નિકળ્યું હતું. દારૃના ગુનામાં આ શખ્સ અગાઉ પોરબંદર, વડોદરા અને માલવીયાનગર પોલીસમાં પકડાયો હતો. પરંતુ પાસા વોરન્ટ નીકળતાં ફરાર થઇ ગયો હતો. આ શખ્સને ક્રાઇમ બ્રાંચની ટીમે બેડી ચોકડી પાસેથી પકડી લીધો છે.

ડીસીબીના પીએઅસાઇ એમ. જે. હુણ અને ટીમ ભાગેડુ આરોપીઓને શોધવા પેટ્રોલીંગમાં હતાં ત્યારે એએસઆઇ ઘનશ્યામભાઇ મેણીયા અને હેડકોન્સ. પ્રદિપસિંહ જાડેજાની બાતમી પરથી ગણપતને પકડી લઇ માલવીયાનગર પોલીસને સોંપાયો હતો. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુકત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ડી. વી. બસીયાની સુચના અને પીઆઇ વાય. બી. જાડેજા, જે. વી. ધોળાની રાહબરીમાં અમિતભાઇ, કિરતસિંહ, મયુરભાઇ, નગીનભાઇ, સંજયભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

(4:22 pm IST)