Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

ઠેબચડાના રસ્તે વાડીમાં જૂગારધામ પર ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ ૮ પકડાયા

એએસઆઇ રાજદિપસિંહ ગોહિલ, કોન્સ. રણજીતસિંહ જાડેજા, કોન્સ. રોહિતભાઇ કછોટની બાતમીઃ અમરશી વસોયાની વાડીમાં દરોડોઃ ૭૩૮૦૦ની રોકડ કબ્જે

રાજકોટ તા. ૬: ભાવનગર રોડ પર આર. કે. ગેઇટ નજીક ગઢડાથી ઠેબચડા જતાં કાચા રસ્તે પર આવેલી વાડીમાં જૂગારધામ ચાલતું હોવાની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી ૮ શખ્સોને પકડી લઇ રૃા. ૭૩૮૦૦ની રોકડ અને ગંજીપાના કબ્જે કરવામાં આવ્યા છે.

પોલીસે વાડીમાં દરોડો પાડી દિલીપ  કેશવભાઇ સાોલીયા (ઉ.૪૬-રહે. રાજારામ સોસાયટી-૩ સંત કબીર રોડ), અશ્વિન મોહનભાઇ ખુંટ (ઉ.૩૯-રહે. રાજારામ-૨), હિરેન ધીરૃભાઇ પીપળીયા (ઉ.૨૯-રહે. ઠેબચડા), રમેશ થોભણભાઇ વૈશ્નવ (ઉ.૪૮-રહે. રાજારામા સોસાયટી-૧), રવિ ભગવતીભાઇ જાની (ઉ.૩૮-રહે. અજંતા પાર્ક બી-૩૪/૩૯૯, નિલકંઠ સિનેમા પાસે), હરીશ વિહાભાઇ પલાળીયા (ઉ.૨૯-શ્રહે. શકિત સોસાયટી-૭, નવાગામ આણંદપર), ચેતન મગનભાઇ પીપળીયા (ઉ.૩૩-રહે. ગોકુલ રેસિડેન્સી શેરી નં. ૨, ૧૫૦ રીંગ રોડ) તથા વાડી માલિક અમરશી મોહનભાઇ વસોયા (ઉ.૫૨-રહે. ઠેબચડા)ને તીનપત્તી રમતાં પકડી લઇ રૃા. ૭૩૮૦૦ કબ્જે લીધા હતાં.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુકત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી ડો. પાર્થરાજસિંંહ ગોહિલ, એસીપી ડી. વી. બસીયાની સુચના મુજબ પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ આર. જે. કામળીયા, હેડકોન્સ. ભરતસિંહ પરમાર, કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતે આ દરોડો પાડ્યો હતો. એએસઆઇ રાજદિપસિંહ ગોહિલ, કોન્સ. રોહિતભાઇ કછોટ અને રણજીતસિંહ જાડેજાની બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો.

(4:22 pm IST)