Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

સિવિલ હોસ્‍પિટલોમાં નવી નિમણુકો કરો

રાજકોટ,તા. ૬ : રાજ્‍યની તમામ સિવિલ હોસ્‍પિટલોમાં વર્ગ ૨ થી ૪ની ભરતી કાયમી ધોરણે કરવા, દર્દીના સગા ન  હોગ તો પણ દરેક દર્દીને તમામ પ્રકારની સુવિધા ખાનગી હોસ્‍પિટલો કરતા પણ ચડીયાતી મળે તે જોવા તમા પલંગ આધુનિક ઢબના વસાવવા, તમામા સાધનોનો વ્‍યવસ્‍થિત, નિયમતી ઉપયોગ, સમયસર ઉપયોગ થાય તે માટે જવાબદારી ફીકસ કરવા, પોર્ટેબલ એકસરે વસાવવા, નવા સાધનોની તાલીમ આપવા, સોલાર રૂફટોપ લગાડવા, ફળાઉ વૃક્ષો વાવવા અને તમામ સ્‍ટાફને નિરંતર વારંવાર, માનવતા, સ્‍વચ્‍છતા, યોગ, સારા સંસ્‍કાર, નિઃસ્‍વાર્થ સેવા, સારા વાંચનની તથા ઇમરજન્‍સીમાં દર્દીને શ્રેષ્‍ઠ સારવાર આપવાની તાલીમ સતત આપવા, વિદેશી  નિવૃત, નર્સ, ડોકટરો, કપાઉન્‍ડરને આપણા સ્‍ટાફને તાલીમ આપવા બોલાવવા ઉતમ સારવાર કરનારે બીરદાવવા, દર્દી પાસેથી ફીડ બેક લેવા ૨૪ કલાક ફરીયાદ સુચન મંતવ્‍ય સાંભળવા જવાબદાર અધિકારીની નિમણુકો કરવા, ખાનગી કરતા શ્રેષ્‍ઠ સારવાર આપવા, પ્રાઇવેટ વોર્ડન સુવિધા ઉભી કરવા, સીસીટીવી કેમેરા તમામ જગ્‍યાએ મુકવા, તે ચાલુ રહે તે જોવા સામાજીક કાર્યકર ભુપતભાઇ મહેતા સરધાર વાળાને મુખ્‍યમંત્રીશ્રીને પત્ર પાઠવી સુચનો કર્યા છે.

 

(4:21 pm IST)