Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

ધો. ૧૦ની બોર્ડની પરીક્ષામાં શ્રી પુજીત ટ્રસ્‍ટના છાત્રોએ ડંકો વગાડયો

સંસ્‍થાના ચેરમેન વિજયભાઇ રૂપાણી અને માર્ગદર્શિકા અંજલીબેન રૂપાણી ઉપર અભિનંદનવર્ષા


હેત જાદવ, દર્શન સોરઠીયા અને નિરંક દાવડા બોર્ડમાં ટોપ ફાઇવમાં ચમકયાઃએ-૧ના ૧૨ અને એ-૨ ગ્રેડના પાંચ વિદ્યાર્થીઓ, ૪ બાળકોને ગણીતમાં ૧૦૦માંથી ૧૦૦ માર્કસઃ સતત ૨૩માં વર્ષે ૧૦૦ ટકા પરિણામ
રાજકોટઃ આજરોજ ધો-૧૦નું પરિણામ જાહેર થતાં પુજીત રૂપાણી મેમો.ટ્રસ્‍ટનાં ત્રણ વિદ્યાર્થીઓ બોર્ડમાં ચમકયા જેમાં જાદવ હેત ૯૯.૯૭ પીઆર(બોર્ડમાં ત્રીજો) સોરઠીયા દર્શન ૯૯.૯૭ પી.આર (બોર્ડમાં ત્રીજો)દાવડા નિરંક ૯૯.૯૫ (બોર્ડમાં પાંચમો) સ્‍થાન મેળવ્‍યું છે.
આ ઉપરાંત ૬ ગણિતમાં ૧૦૦માંથી ૧૦૦ માર્કસ મેળવનાર ૪ વિદ્યાર્થીએ સમાજવિદ્યામાં ૧૦૦માંથી ૧૦૦ માર્કસ એક વિદ્યાર્થી છે. તો કુલ એ ગ્રેડ પ્રાપ્ત કરતાં ૧૨ વિદ્યાર્થીઓ, એ-૨ ગ્રેડ, પ્રાપ્ત કરતા ૦૫ વિદ્યાર્થીઓ છે. આ ટ્રસ્‍ટનાં ૨૧ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી જે બધાં જ વિદ્યાર્થીઓ ખૂબ સારા માર્કસ મેળવી ઉર્તિણ થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સાન પ્રબોધિની પ્રોજેકટ છેલ્લા ૨૩ વર્ષથી ચાલુ છે. આ પ્રોજેકટમાં એવા વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે કે જેઓ રાજકોટની ૮૦ જેટલી પ્રાથમિક શાળામાં ધો.૭ની ૬ માસિક પરિૅક્ષામાં ૮૫% કે તેથી વધૂ માર્કસ મેળવ્‍યા હોય. તેને પરિક્ષામાં પ્રવેશ મળે છે. પરિક્ષા ચાર વિષય ગણિત, વિજ્ઞાન, સમાજવિદ્યા, અંગ્રેજી, આ પરિક્ષા આપનાર ટોપ ૨૫થી ૩૦ વિદ્યાર્થીઓ પસંદ કરી તેમના ઘરની રૂબરૂ તપાસ કરી તેમની આર્થિક પરિસ્‍થિતિ તેમનું ઘર અને અન્‍ય ભૌતિક પોઝીશન જોઇને ફાઇનલ આ વર્ષે ૨૦ વિદ્યાર્થીઓ પસંદગી પામે છે. આ વિદ્યાર્થીઓની ધો.૮થી ૧૨ સુધીની તમામ શૈક્ષણિક ઉપરાંત તબીબી અંગેની જવાબદારી ટ્રસ્‍ટ સંભાળે છે.
આજ સુધીમાં આ પ્રોજેકટ અંતર્ગતનાં વિદ્યાર્થીઓ મેડીકલ, એન્‍જીનીઅર્સ આઇઆઇટી, પ્રોફેસર જેવી ઉચ્‍ચ ડીગ્રી પ્રાપ્ત કરી પોતે પગભર થયા છે. અને તેમના કુટુંબી પણ જવાબદારી સંભાળી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ વિદેશ પણ સ્‍થાયી થાય છે. અને ખૂબ સારી. ઇન્‍ટરનેશનલ કંપનીમાં જોબ કરતા થઇ ગયા હોવાનું સંસ્‍થાના આગેવાનોએ જણાવ્‍યુ હતું
શ્રી પુજીતે ટ્રસ્‍ટનાં મંડળમાં શ્રી વિજયભાઇ રૂપાણી (ચેરમેન) તેમજ ટ્રસ્‍ટીઓ શ્રીમતિ અંજલીબેન રૂપાણી, પ્રવિણભાઇ રૂપાણી, ડો. મેહુલ રૂપાણી, રાજેશભાઇ રૂપાણી, મહેશભાઇ ભટ્ટ, રંજનબેન રૂપાણી તેમજ ટ્રસ્‍ટી સાનપ્રબોધિની પ્રોજેકટ કમિટિમાં શ્રી જયેશભાઇ ભટ્ટ, શ્રી હસુભાઇ ગણાત્રા, શ્રી.સી.કે.બારોટ, શ્રી મીરાબેન મહેતા, શ્રી ગીતાબેન તન્ના, શ્રી ભારતીબેન બારોટ, શ્રી હિમતભાઇ માલવીયા અને શ્રી ભાવેનભાઇ ભટ્ટ (વહીવટી અધિકારી) સેવા આપી રહ્યા છે.
ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરેલ તમામ વિદ્યાર્થીઓને ટ્રસ્‍ટના ચેરમેન અને પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા શ્રીમતિ અંજલીબેન રૂપાણીને અભિનંદન પાઠવ્‍યા છે.
તસ્‍વીરમાં સફળતા મેળવેલ વિદ્યાર્થીઓ સાથે વાલીઓ તેમજ સંસ્‍થાના આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

 

(4:17 pm IST)