Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

ક્રિશે પરીક્ષા પહેલા પગમાં ફેકચર આવ્‍યુ છતા હિંમત હાર્યા વિના મહેનત કરીઃ ૯૮.૯૮ પી.આર. મેળવ્‍યા

રાજકોટ તા. ૬ : સંદેશ ન્‍યુઝના બ્‍યુરો હેડ રહીમ લાખાણી(મો.૯૮૯૮૭ ૬૪ર૮૩) ના પુત્ર ક્રિશ લાખાણીએ એસ.એસ.સી.બોર્ડમાં મેદાન માર્યું છે. ક્રિશે પપ૧ ગુણ મેળવી ૯૮.૯૮ પી.આર. મેળવ્‍યા છે. ઉલ્લેખનીય છે કે બોર્ડની પરીક્ષા પહેલા અકસ્‍માતમાં પગમાં ફેકચર થતા ઓપરેશન કરાવ્‍યું હતું. બે રોડ બેસાડીયા હતા સતત ૩ માસ બેડ રેસ્‍ટ વચ્‍ચે પણ ક્રિશે જોરદાર મહેનત ચાલુ રાખી બોર્ડની પરિક્ષા આપી હતી. ક્રિશના માતા મોનીકાબેન શિક્ષીકા તરીકે ફરજ બજાવે છે. ક્રિશે ઉચ્‍ચ ગુણ મેળવી માતા-પિતા અને પરિવારનું નામ રોશન કર્યું છે. ક્રિશ ઉપર કે.જી.ધોળકીયા શાળા પરિવાર, સગાઓ-સ્‍નેહીઓ દ્વારા શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.(

 

(4:16 pm IST)