Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

વોર્ડ નં. ૧૪માં ૧ કલાક પાણી વેડફાયુ

કોંગ્રેસ આગેવાન ગજેન્‍દ્રસિંહ ઝાલાએ મનપા તંત્ર વાહકોને જાણ કરી તાત્‍કાલીક પાણી બંધ કરાવાયુ

રાજકોટ તા. ૬ :.. શહેરના વોર્ડ નંબર ૧૪ માં આજે વધુ વખત પાણીનો વેડફાટ થયો છે. અગાઉ પણ આ વોર્ડમાં અનેક વખત પાણીની લાઇનો તૂટી છે અને પાણીનો વેડફાટ થયાની રજૂઆત કોંગી આગેવાન ગજેન્‍દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી છે.
આ અંગે ગજેન્‍દ્રસિંહ ઝાલાના જણાવ્‍યા પ્રમાણે વોર્ડના કોઠારીયા કોલોની વિસ્‍તારમાં સવારે ૧૦ વાગે પાણી આવે છે તે પાણી ૧૦.ર૦ બંધ થવું જોઇએ પરંતુ પાણી ૧૧.૩૦ સુધી બંધ ન થયાની જાણ થતા કોઠારીયા કોલોનીમાં પાણીની રેલમછેલ હતી ત્‍યાં ઘટના સ્‍થળ પર દોડી ગયા હતા અને કોલ સેન્‍ટરમાં તથા મહાનગરપાલિકાના અધિકારીઓને એક કલાકથી વધુ સમયથી પાણીનો થતો વેડફાટ તાત્‍કાલીક બંધ કરવા ટેલીફોનીક ફરીયાદ કરી હતી અને ફરીયાદની સાથે જ પાણી બંધ કરવામાં આવ્‍યું હતું.
વધુમાં કોઠારીયા કોલોનીમાં તા. ૪ ના પાણીકાપ હતો તા. પ નાં પાંચ કલાક પાણી મોડું આવેલ અને ફકત પાંચ થી સાત મિનીટ પાણી આવેલ હતું જયારે આજે પાણી બંધ થયું જ નહીં કલાકો સુધી પાણી વેડફાયું. નર્મદાના નીરના મોંઘાદાટ પાણી વોર્ડ નં. ૧૪ માં થતો વખતો-વખત વેડફાટ અંગે જવાબદારી કોની ? પાણી વેડફાટમાં ગુન્‍હાહીત બેદરકારીમાં તંત્ર એ જવાબદારી ફીકસ કરી પેનલ્‍ટી કરવી જોઇએ. તેવી તેમણે માંગ કરેલ.

 

(4:14 pm IST)