Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

રાજકોટ ચેમ્‍બરના પ્રમુખ વી.પી.વૈષ્‍ણવ તથા હોદેદારોએ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની શુભેચ્‍છા મુલાકાત લીધી

રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીના પ્રમુખશ્રી વી.પી.વૈષ્‍ણવ, ઉપપ્રમુખશ્રી પાર્થભાઇ ગણાત્રા અને મા.મંત્રીશ્રી નૌતમભાઇ બારસીયા દ્વારા રાજકોટ શહેરના નવ નિયુકત થયેલ પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ સાહેબની શુભેચ્‍છા મુલાકાત લેવામાં આવેલ. આ મુલાકાત દરમ્‍યાન રાજકોટ ચેમ્‍બર દ્વારા શહેરની જનતા શાંતી અને સલામતી અનુભવે તેમજ કાયદો-વ્‍યવસ્‍થાનું સારી રીતે અમલ થાય તેમજ શહેરમાં ઉદભવતી ટ્રાફિક સમસ્‍યાનું કાયમી નિરાકરણ લાવવા પોલીસ કમિશનરશ્રી સમક્ષ આગ્રહપૂર્વક રજુઆત કરવામાં આવેલ. તેમજ આ મુલાકાત અડધો કલાકથી પણ વધારે ચાલેલ હોય તેમાં રાજકોટ ચેમ્‍બર દ્વારા ઘણી બધી વણઉકેલ સમસ્‍યાનું નિરાકરણ લાવવા અને આગામી ટુંક સમયમાં સાઇબર ક્રાઇમ અંગે અવરનેશ સેમિનારનું આયોજન કરવા જણાવેલ. તેમ રાજકોટ ચેમ્‍બરની યાદીમાં જણાવેલ છે.

(4:01 pm IST)