Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવ્‍યુ

રાજકોટ, તા. ૬ : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પヘમિ રેલવે, રાજકોટ ડિવિઝન રાજકોટ અને આજુબાજુના વિસ્‍તારોના કેરેજ અને વેગન ડેપોની પીટ લાઇનમાં સદભાવના ટ્રસ્‍ટના સહયોગથી સઘન વળક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમની શરૂઆત વરિષ્ઠ ડિવિઝનલ મિકેનિકલ એન્‍જિનિયર શ્રી સંતોષ કુમાર મિશ્રા દ્વારા ડિવિઝનલ રેલવે મેનેજર અને અન્‍ય મુલાકાતીઓમાં ઓન્‍લી વન અર્થના લોગો સાથે કેપ્‍સનું વિતરણ કરીને કરવામાં આવી હતી, જે આ વર્ષે પર્યાવરણ દિવસની થીમ છે. વળક્ષારોપણ કાર્યક્રમની શરૂઆત ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અનિલ કુમાર જૈન દ્વારા વળક્ષારોપણ કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે એડીઆરએમ શ્રી ગોવિંદ પ્રસાદ સૈની, સીનિયર ડિવિઝનલ ઈજનેર શ્રી રાજકુમાર એસ, સીનિયર ડિવિઝનલ મિકેનિકલ ઈજનેર શ્રી સંતોષકુમાર મિશ્રા, સહાયક મિકેનિકલ ઈજનેર શ્રી અતુલકુમાર વી.એસ અને શ્રી દ્વીપ સાબાપરા દ્વારા પણ વળક્ષારોપણ કર્યું હતું. તેમના સંદેશમાં, ડિવિઝનલ રેલવે મેનેજરે લોકોને પર્યાવરણ પ્રત્‍યે વધુ જાગળત રહેવાની જરૂરિયાત પર ભાર મૂકયો હતો. તેમણે દરેકને તેમના જન્‍મદિવસે ઓછામાં ઓછું એક અને વર્ષમાં ૧૦ વળક્ષો વાવી તેની કાળજી લેવાની અપીલ કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે રેલવે માત્ર આ દિવસે જ નહીં પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન પર્યાવરણ માટે આવા કાર્યક્રમોનું આયોજન કરવાનું ચાલુ રાખશે. ડેપો ઈન્‍ચાર્જ શ્રી સંજીવ ઈંગલે,  SSE (EnHM) શ્રી દેવાંશુ રોય, ચીફ ઓફિસ સુપ્રિટેન્‍ડેન્‍ટ શ્રી અતુલ કોઠારી, SSE શ્રી અનુભવ કુમાર અને ડેપોના અન્‍ય કર્મચારીઓએ કાર્યક્રમના સફળ આયોજનમાં પ્રશંસનીય ભૂમિકા ભજવી હતી. આ સાથે આજે રાજકોટમાં ઓફિસર્સ ક્‍લબ અને અન્‍ય સ્‍થળોએ પヘમિ રેલવે મહિલા કલ્‍યાણ સંસ્‍થા રાજકોટના સભ્‍યો દ્વારા વળક્ષારોપણ પણ કરવામાં આવ્‍યું હતું.

(3:58 pm IST)