Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

સર્વોદય સ્‍કુલનું ૧૦૦% સર્વોત્તમ પરિણામ

સમગ્ર બોર્ડમાં A1 ગ્રેડ મેળવતા ૧૮ વિદ્યાર્થીઓ બોર્ડમાં ૯૯ થી વધુ PR મેળવતા ૩૪ વિદ્યાર્થીઓ બોર્ડમાં ૯૫થી વધુ PR મેળવતા ૮૨ વિદ્યાર્થીઓ બોર્ડમાં ૯૦ થી વધુ PR મેળવતા ૧૩૦ વિદ્યાર્થીઓ

રાજકોટઃ ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચ માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ સામાન્‍ય પ્રવાહ માર્ચ-૨૦૨૨નું પરિણામ જાહેર કરવામાં આવેલ છે.

અત્રેની પી.ડીએમ કોલેજ કેમ્‍પસ ખાતે આવેલ સર્વોદય સ્‍કૂલના ધો.૧૨ સામાન્‍ય પ્રવાહનું પરીણામ ૧૦૦% મેળવેલ છે. સમગ્ર બોર્ડમાં દ્વિતીય નંબર મેળવેલ રૂપારેલીયા મીરાજ ૯૯.૮ પીઆર સાથે એ વન ગ્રેડ મેળવી આંકડાશાસ્‍ત્ર વિષયમાં ૧૦૦/, એકાઉન્‍ટ વિષયમાં ૯૯/૧૦૦ માર્કસ મેળવેલ તેમજ બોર્ડમાં પાંચમા નંબરે બોરચીયા પ્રિન્‍સી ૯૯.૫ પીઆર મેળવી રાજકોટ શહેર તેમજ શાળાનું અને તેમના પરીવારનું નામ રોશન કર્યુ છે.

શાળામાં અભ્‍યાસ કરતા સામાન્‍ય પ્રવાહના તમામ વિદ્યાર્થીઅને સંસ્‍થાના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા અને આચાર્યા ગીતાબેન ગાજીપરાએ દરેક વિદ્યાર્થીઓને પોતપોતાની કૌશલ્‍ય મુજબની સિધ્‍ધી મેળવવા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્‍યા છે.

સંસ્‍થાપક ભરતભાઇ ગાજીપરાએ જણાવ્‍યું કે વિદ્યાર્થી કોમર્સ કે આર્ટસ કે કોઇપણ બોર્ડમાં અભ્‍યાસ કરે છે. ત્‍યારે તેમનામાં રહેલી શકિતને ઓળખી માર્ગદર્શન આપવામાં આવે જરૂરી સેમીનાર અને માર્કેટીંગ સ્‍કલનું પ્રેકટીકલ કરાવવામાં આવે છે. જો દરેક વિદ્યાર્થી રાષ્‍ટ્રીયતાને પ્રથમ સમજે અને અભ્‍યાસને ખરા અર્થમાં વ્‍વહારૂ  જીવનમાં ઉતારવામાં આવે ત્‍યારે સાચુ શિક્ષણ પ્રાપ્‍ત કરે છે. આ કેડીને સર્વોદય પરંપરાથી આજના પરીણામના યશભાગી બને છે.

છેલ્લા બે વર્ષથી કોવિડ-૧૯થી ઓનલાઇન/ઓફલાઇન એજયુકેશન મેળવીને પણ બાળકોનું આત્‍મબળ, મનોબળ અને આત્‍મવિશ્‍વાસ ટકાવી રાખવા એ પણ એક પરીણામનો ભાગ છે.

સર્વોદય સ્‍કુલમાં પરીણામ તો આપે જ છે જે વિદ્યાર્થીઓને શાળામાં જ GCPT દ્વારા કોમર્સના બેઇઝને મજબૂત કરવા વિવિધ સેમીનારનું આયોજન તેમજ C.A.  માટે સર્વોદય સેન્‍ટર ફોર કોમર્સના બેઇઝને મજબુત કરવા વિવિધ સેમીનારનું આયોજન તેમજ C.A. માટે સર્વોદય સેન્‍ટર ફોર પ્રોફેશનલ એકસેલેન્‍સીની વ્‍યવસ્‍થા. શાળાનાં ૧૧ વિદ્યાર્થીઓ હાલ C.A. બનીને સફળ કારકિર્દી બનાવી ચુકયા છે. N.S.S. જેવી સ્‍વવિકાસની પ્રવૃતિ દ્વારા વિદ્યાર્થીઓનો સાર્થક ઘડતર શાળા દ્વારા કરવામાં આવે છે. તમામ વિદ્યાર્થીઓને શ્રુતીબેન ગાજીપરા, અક્ષભાઇ ગાજીપરા, કમલેશભાઇ ત્રિવેદી, પરશેભાઇ જોષી અને કોમર્સ વિભાગના વિભાગીય વડા મનોજભાઇ તળપદા અને પરેશભાઇ જાગાણી તેમજ શિક્ષકોએ અભિનંદન પાઠવ્‍યા છે.

(3:57 pm IST)