Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

વિશ્વકર્મા કેળવણી મંડળ દ્વારા યોજાયો ખેલકુદ અને લલિતકલા ઉત્‍સવ

રાજકોટ : વિશ્વકર્મા કેળવણી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૪૬ માં ખેલકુદ અને લલીતકલા ઉત્‍સવનું આયોજન કરાયુ હતુ. જેમાં ગુર્જર સુતાર જ્ઞાતિના વિદ્યાર્થી ભાઇ બહેનોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. ચેસ, કેરમ, ટેબલ ટેનીશ ટુર્નામેન્‍ટ રાખવામાં આવેલ. મેદાની રમતોમાં દોડ, પોટેટો રેસ, દોરડા કુદ, લીંબુ ચમચી, કોથળા રેસ, ફુગ્‍ગા ફોડ સહીતની રમતો રમાડવામાં આવી હતી. ઉપરાંત સંગીત સંધ્‍યા અને ડાન્‍સ ગજજર ડાન્‍સ જેવા આયોજનો પણ થયા હતા. અંતિમ દિવસે દેશભક્‍તિ ગીતો અને શાષાીય નૃત્‍ય, મોનો એકટીંગ, નાટક, સ્‍પીચ સહીતના આયોજન સાથે સમાપન કરાયુ હુત. સમગ્ર આયોજને સફળ બનાવવા અધ્‍યક્ષ કિશોરભાઇ જાદવાણી, પ્રમુખ ચમનભાઇ ગોવિંદીયા, મંત્રી નટુભાઇ ભારદીયા, કમીટી મેમ્‍બર કમલેશભાઇ ભારદીયા, ચંદ્રેશભાઇ ખંભાયતા, અરવિંદભાઇ ત્રેટીયા, ચંદ્રેશભાઇ ખંભાયતા, વસંતભાઇ ભાલારા, નિલેષભાઇ આમરણીયા, જનકભાઇ વડગામા, મહેશભાઇ વડગામા, પ્રકાશભાઇ દુદકીયા, જયસુખભાઇ ઘોરેચા, પ્રમોદભાઇ બદ્રકીયા, નરેન્‍દ્રભાઇ ધ્રાંગધરીયા, અશ્વિનભાઇ આમરણીયા, કમલેશભાઇ અંબાસણા, જયેશભાઇ વાલંભીયા, અજયભાઇ દુદકીયા, દિવ્‍યેશ ધ્રાંગધરીયા, પરાગ વડગામા, હર્ષદભાઇ બકરાણીયા, રમણીકભાઇ સીનરોજા, કવિલ ગોવિંદીયા, નિલેશ અંબાસણા, સતીષભાઇ ભારદીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:43 pm IST)