Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

નેમિનાથ વીતરાગ સ્‍થા.જૈન સંઘના નૂતનીકરણ ઉપાશ્રયમાં પૂજ્‍ય સંત-સતીજીના મંગલ આગમનનો અવસર સંપન્‍ન

દાતા પરિવારનું સન્‍માન : જૈન થોક સંગ્રહ આધારિત ૩૫ બોલ પુસ્‍તક અને જીવદયા રથનું લોકાર્પણ

રાજકોટ,તા. ૬: શ્રી નેમિનાથ વીતરાગ સ્‍થાનકવાસી જૈન સંઘના આંગણે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના અનુગ્રહથી માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી ( સાવરકુંડલાવાળા) સ્‍થાનકવાસી જૈન ઉપાશ્રયમાં પૂજય સંત-સતીજીઓના મંગલ આગમનનો અવસર ગુજરાત રત્‍ન પૂજય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્‍ય - શાસન ગૌરવ પૂજય શ્રી પિયુષમુનિ મહારાજ સાહેબ એવમ્‌ પૂજય શ્રી પરમ વિનમ્રમુનિ મહારાજ સાહેબ તેમજ રાજકોટ બિરાજિત ગોંડલ સંપ્રદાયના શાસન ચંદ્રિકા પૂજય શ્રી હીરાબાઈ મહાસતીજી, તપસ્‍વી પૂજય શ્રી રાજેમતીબાઈ મહાસતીજી, પૂજય શ્રી ઉર્વશીબાઈ મહાસતીજી, ડો. પૂજય શ્રી ડોલરબાઈ મહાસતીજી, ડો. પૂજય શ્રી અમિતાબાઈ મહાસતીજી, પૂજય શ્રી સુનિતાબાઈ મહાસતીજી, પૂજય શ્રી રૂપાબાઈ મહાસતીજી, પૂજય શ્રી નવદિક્ષિત પરમ મહાસતીજી આદિ વૃંદના પાવન સાંનિધ્‍યે ભક્‍તિભાવે યોજાયો હતો.

મંગલ આગમનના આ અવસરે સમગ્ર રાજકોટના શ્રી સંઘોના પ્રતિનિધિઓ, શ્રેષ્ઠીવર્યો તેમજ બહોળી સંખ્‍યામાં ધર્મનિષ્ઠ ભાવિકોએ ઉપસ્‍થિત રહીને આ અવસરની અનુમોદના કરી હતી. પૂજય શ્રી પરમ વિનમ્રમુનિ મહારાજ સાહેબે, ધર્મક્ષેત્ર પ્રત્‍યેની ઉપકાર અભિવ્‍યક્‍તિ કરીને ઉપાશ્રયને માત્ર ધર્મ આરાધનાનું સ્‍થાન ન બનાવતાં જરૂરના સમયે માનવતાનું મંદિર પણ બનાવીએ એવી ભાવના વ્‍યક્‍ત કરેલ. આ અવસરે પૂજય શ્રી સુનિતાબાઈ મહાસતીજી, ડો. પૂજય શ્રી અમિતાબાઈ મહાસતીજી,પૂજય શ્રી સ્‍મિતાબાઈ મહાસતીજી આદિએ ઉપાશ્રયનું નુતનીકરણ ઉપલક્ષે આશીર્વચન આપીને અને પ્રેરણાત્‍મક બોધ વચન ફરમાવી સૌને પ્રેરિત કર્યા હતા.

શ્રી નેમિનાથ વીતરાગ ધર્મસ્‍થાન પ્રત્‍યેના ભક્‍તિભાવ સાથે તેના નૂતનીકરણ અર્થે બહોળું અનુદાન અર્પણ કરનારા ખેતાણી પરિવાર સાથે જૈનશાળા - માતુશ્રી ઉમાબેન મહેન્‍દ્રભાઇ મહેતા, માતુશ્રી વિમળાબેન દિલીપભાઈ મહેતા હસ્‍તે પ્રિયાબેન અને મીતભાઈ, જ્ઞાનાલય લાઇબ્રેરી - માતુશ્રી તારાબેન ચુનીલાલ મોદી (બાદશાહ પરિવાર), શ્રી આયંબિલ ભવન - માતુશ્રી અનસુયાબેન નટવરલાલ શેઠ પરિવાર (વિસાવદરવાળા), શ્રી માંગલિક સૂત્ર - ધર્મવત્‍સલા પૂર્વીબેન કેતનભાઈ પટેલ (બોરીવલી), શ્રી ઉવસગ્‍ગહર સાધનાલય - માતુશ્રી ઊર્મિલાબેન સુરેશભાઈ શાહ (એસ. કે. પરિવાર, મલાડ), સાધના રૂમ - માતુશ્રી અનસુયાબેન મનસુખલાલ મહેતા પરિવાર (ખંઢેરાવાળા), માતુશ્રી ઈન્‍દિરાબેન અનંતભાઈ કામદાર પરિવાર, માતુશ્રી જયોત્‍સનાબેન કિશોરભાઈ પારેખ હસ્‍તે મિલનભાઈ તથા વિરેન્‍દ્રભાઈ પારેખ પરિવાર, ઈન્‍દુબેન વ્રજલાલ રામજીભાઇ રૂપાણી હસ્‍તે ધીરૂભાઈ તથા  દિનેશભાઈ રૂપાણી પરિવાર (મેંદરડાવાળા), માતુશ્રી શાંતાબેન રતિલાલ દેસાઈ પરિવાર હસ્‍તે  નરેન્‍દ્રભાઈ-પ્રફુલ્લાબેન, પ્રવીણભાઈ-તરૂબેન, ગિરીશભાઈ-કલ્‍પનાબેન, ભરતભાઈ-અમિતાબેન (કોલકાતા, બરોડા, મુંબઈ), માતુશ્રી ચંપકબેન શશીકાંતભાઈ મહેતા હસ્‍તે નીરુપમાબેન દોશી, કિરીટભાઈ - અજયભાઇ -કમલેશભાઈ મહેતા પરિવાર ઘાટકોપર-મુંબઈ, માતુશ્રી નલિનીબેન મહેન્‍દ્રભાઈ દોશી હસ્‍તે શ્રીમતી તનુજાબેન ગુણવંતભાઈ દોશી (મોરબી નિવાસી)-મુંબઈ આદિ પરિવારોનું શ્રી સંઘ પ્રતિનિધિઓ દ્વારા ભાવભીનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

 વિશેષમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ પ્રેરિત પરમ જીવદયા રથને આ અવસરે શ્રી હિતેનભાઈ મહેતા પરિવાર તરફથી કરુણા ફાઉન્‍ડેશન અને અર્હમ યુવા સેવા ગ્રુપને અર્પણ કરવામાં આવેલ તેમજ પરમ ગુરુદેવની પ્રેરણાથી શ્રી હર્ષાબેન વસંતરાય લાઠીયા સર્જિત થોક સંગ્રહ આધારિત સચિત્ર ૩૫ બોલ  પુસ્‍તકનું રાજકોટનાં શ્રી સંઘોના ભાવિકો તેમજ દાતા પરિવારે વિમોચન કર્યું હતુ.પ્રમુખ સ્‍વામી ઓડિટોરિયમમાં આયોજિત આ અવસરે શ્રી સંઘની જૈનશાળાનાં બાળકો દ્વારા નૃત્‍ય પ્રસ્‍તુતિ તેમજ શ્રી મહિલા મંડળના બહેનો દ્વારા પ્રસ્‍તુતિ કરીને સહુનું સ્‍વાગતગીત દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. સંઘ પ્રમુખ ભરતભાઈ દોશીએ ઉપાશ્રય સર્જનના સંસ્‍મરણો સાથે નવસર્જનનાં નિર્માણથી સહુને માહિતગાર કર્યા હતાં. આવનાર દરેક દાતા પરિવારો, શ્રી સંઘના પદાધિકારીઓ, શ્રેષ્ઠીવર્યો, ભાવિકો સહુનું ભાવભીનું સ્‍વાગત કર્યું હતું. આ અવસરે સોનામાં સુગંધ ભળે તેમ વરસીતપની ઉગ્ર  સાધના કરનાર ૧૩ ભાવિકોની આરાધનાની પૂર્ણાહૂતિ સ્‍વરૂપ તેમનો પારણા મહોત્‍સવ ઉજવતા હર્ષોલ્લાસ છવાયો.

ઉપસ્‍થિત સર્વે સંત - સતીજી તેમજ ભાવિકોના વચ્‍ચે દ્વાર ઉદઘાટિત કરવાનો લાભ લેનાર દાતા પરિવાર  પૂજય શ્રી પરમ વિનમ્રમુનિ મહારાજ સાહેબના સંસારી દાદી મૃદુલાબેન શશીકાંત મહેતા પરિવાર એટલે કે રત્‍નકુક્ષિણી માતા સેજલબેન તુષારભાઈ મહેતા પરિવારના હસ્‍તે નવનિર્મિત ઉપાશ્રયનાં દ્વાર ઉદઘાટિત કરવામાં આવતાં સર્વત્ર હર્ષનાદ અને જયનાદનાં ગુંજારવ સાથે પૂજય સંત - સતીજીએ પ્રવેશ કર્યો. ત્‍યારબાદ ગુજરાત રત્‍ન પૂજય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબના શ્રીમુખેથી માંગલિક વચનો પ્રગટ્‍યાની સાથે સહુના હૃદયમાં આ અવસર અવિસ્‍મરણીય બની ગયો. આ અવસરે ગૌતમ પ્રસાદનો લાભ તલસાણીયા પરિવારે લીધો હતો.

(3:41 pm IST)