Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

ગુ.પ્ર. કોંગ્રેસ ઓ.બી.સી.કો.ઓર્ડીનેટર કમરૂભાઇ ભાયાણીનું કાલે સન્‍માન થશે

રાજકોટ તા.૬ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી.કો.-ઓડીનેટર કમરૂભાઇ જી.ભાયાણીનો આવતી કાલે સન્‍માન સમારોહ યોજાનાર છે.

રાજકોટમાં સમાજના ટ્રસ્‍ટના ખજાનચી ડો. અનવરભાઇ મીરની અખબારી યાદી જણો છે કે તાજેતરમાં નિમાર્ણ પામેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઓ.બી.સી. ડીપાર્ટમેન્‍ટના કો-ઓડીનેટર કમરૂભાઇ જી.ભાયાણીની નિમણુંક થતા અમો સમાજના ગર્વ વધારનાર કમરૂભાઇ ભાયાણીનું સન્‍માન સમારોહનું આયોજન કરેલ છ.ે

આ સમારોહમાં ઉપસ્‍થિત રાજકીય ચેરમેન કાફીલ એ.મીર તથા પ્રદેશ પ્રમુખ મીર ટ્રસ્‍ટના અલી મહંમંદ એસ.મીર, ઉપપ્રમુખ આર.પી.મીર, સતીષભાઇ બી.મીર, પ્રદેશ ઉપાધ્‍યક્ષ ટીનાભાઇ બી.મીર, સંગઠન મંત્રી અબ્‍ઘ્‍ુલભાઇ મીર કાફીલ મીર દિલ્‍હી, ફરીયાદબેન મીર-ગાયક કલાકાર, યુનુસભાઇ ચંદાણી, પ્રમુખ માણાવદર નનકુભાઇ ભાયાણી, જુનાગઢ સરીફભાઇ ભાયાણી, રાજકોટ ેલીમભાઇ મારકણા, કાસમભાઇ મરકડા, પૂર્વ પ્રમુખ મીર ઇલ્‍યાસ ભાયાણી-અમદાવાદ સમાજ, તેમજ તમામ આગેવાનો દ્વારા કમરૂભાઇ ભાયાણીનું સન્‍માન સમારોહ કરવામાં આવશે.

આ કાર્યક્રમનું સ્‍થળ દેવપરા ભવાની ચોક, જસાણી હોલ, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે સાંજે પ કલાકે તા.૭/૬/ર૦રર (મંગળવાર)ના રોજ આ સન્‍માન સમારોહ બાદ ન્‍યાજ પ્રોગ્રામ રાખેલ છે.

(3:38 pm IST)