Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

વોર્ડ નં. ૧ - ૯ - ૧૦નો સંયુકત સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન : બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉમટયા

ગરીબ - મધ્યમ વર્ગ માટે ઘર - આરોગ્ય - રોજગારીની ચિંતા મોદી સરકાર કરે છે : પ્રદીપ ડવ

રાજકોટ તા. ૪ : પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ઘ સરકાર પ્રજાની લાગણી, માંગણી, અપેક્ષા પૂર્ણ કરવાના શુભ હેતુથી સરકારની જુદી જુદી યોજનાઓ સંબંધે લાભાર્થીઓને ઘર આંગણે સુવિધા મળી રહે તેવા શુભ હેતુથી રાજય સરકાર દ્વારા વિશેષ તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરેલ છે. જેના અનુસંધાને આજે તા.૪ના રોજ સવારે ૯ કલાકે, પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે વોર્ડ નં. ૧, , અને ૧૦નો સંયુકત આઠમાં ઙ્ગતબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાયો.

આ અવસરે રાજકોટ ઙ્ગશહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી,ઙ્ગડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, તથા વોર્ડનં. ૧,૯ અનેઙ્ગ ૧૦ના કોર્પોરેટર દુર્ગાબા જાડેજા, ડો. અલ્પેશભાઈ મોરજરીયા, જીતુભાઈ કાટોડીયા, આશાબેન ઉપાધ્યાય, ડો રાજેશ્રીબેન ડોડીયા, જયોત્સનાબેન ટીલાળા, નરેન્દ્રસિંહ વાઘેલા, ચેતનભાઈ સુરેજા, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ પરેશભાઈ હુંબલ, તથા વિક્રમભાઈ પુજારા, વોર્ડ નં.૧ના પ્રમુખ હિતેશભાઈ મારૃ, વોર્ડ નં.૯ના પ્રમુખ પ્રદીપભાઈ નિર્મળ, શહેર યુવા મોરચાના મહામંત્રી કુલદીપસિંહ જાડેજા તથા વોર્ડના હોદેદારો ઉપસ્થિત રહેલ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના ડે.કમિશનર એ.આર.સિંહ સહિત અધિકારીઓ તથા કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહેલ. ઙ્ગઙ્ગઙ્ગઙ્ગઙ્ગઙ્ગઙ્ગઙ્ગ

આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવેલ કે, સેવાસેતુનો મુખ્ય હેતુ સરકારની તમામ સેવાઓનો એક જ સ્થળ ખાતે તાત્કાલિક નિકાલ થાય અને લાભાર્થીઓને લાભ મળેઙ્ગતે છે.ઙ્ગસેવાસેતુના આયોજન પહેલા પ્રચાર પ્રસારના વિવિધ માધ્યમોથી લાભાર્થીઓને અગાઉથી માહિતી આપવામાં આવે છે. જેનાથી લાભાર્થીઓને સેવાસેતુ અંગે જાણકારી મળે અને વધુને વધુ લાભાર્થીઓ તેનો લાભ લઈ શકે. આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના નાનામાં નાના નાગરિકની ચિંતા કરે છે. જેમાં ઘરનું ઘર, આરોગ્ય અને રોજગારી મળી રહે તે માટે જુદી જુદી યોજનાઓ લાવી, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને તેનો ઙ્ગલાભ મળે તે દિશામાં કામ કરી રહેલ છે.  આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય કરવામાં આવેલ તેમજ સમગ્ર કાર્યક્રમની રૃપરેખા મ્યુનિ.કમિશ્નર અમિત અરોરાએ આપી હતી અને કોર્પોરેટર દુર્ગાબા જાડેજા તથા ડો.રાજેશ્રીબેન ડોડીયાએ મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત પુસ્તક અર્પણ કરીને કરેલ તેમજ ડે.કમિશ્નર એ.આર.સિંહએ આભારવિધિ કરેલ. ઙ્ગઙ્ગ

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ટોકન કાર્ડ અને જન્મ પ્રમાણપત્ર આપવામાં આવેલ.(૨૧.૨૦)

(3:38 pm IST)