Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

ધોળકિયા સ્‍કૂલની શ્રેયા ગોસાઇએ બોર્ડના ઇતિહાસમાં સૌથી વધુ માર્કસ મેળવી નવો કિર્તિમાન સ્‍થાપિત કર્યોઃ જબરી સફળતા

ધો. ૧૦ના પરિણામમાં બોર્ડ ટોપટેનમાં ધોળકિયા સ્‍કૂલ્‍સના ૩૩ વિદ્યાર્થીઓ ઝળકયા

રાજકોટ તા. ૬: આજરોજ જાહેર થયેલા એસ.એસ.સી. ના પરિણામોમાં સમગ્ર ગુજરાતમાં સર્વશ્રેષ્‍ઠ પરિણામ મેળવી ધોળકિયા સ્‍કૂલ્‍સ મોખરે રહી છે...આજના પરિણામમાં સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ પ વિદ્યાર્થીઓ તો સમગ્ર ગુજરાત બોર્ડ ટોપટેનમાં ૩૩ વિદ્યાર્થીઓ ઝળકયા છે જયારે ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ સાથે સબ્‍જેકટ હાએસ્‍ટ ૮૮ વિદ્યાર્થીઓ... એ૧ ગ્રેડ સાથે ર૩૭ વિદ્યાર્થીઓ... ૯૦.૦૦ પીઆર થી વધારે ૬૪૦ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે.

કોઇ એકજ સ્‍કૂલમાંથી આટલી મોટી સંખ્‍યામાં હોનહાર તેજસ્‍વી તારલાઓ સમગ્ર ગુજરાતમાં ચમકી ઉઠયા હોય તેનું એકમાત્ર કારણ પર વર્ષના કેળવણીના ક્ષેત્રનો વારસો, સમર્પિત કેળવણીકારોનું સંચાલન, વિષય નિષ્‍ણાંત અને અનુભવી શિક્ષણ ગણ, બાલમંદિરથી ૧ર ધોરણ સુધી લેવાતી વિશેષ કાળજી અને સૌથી વિશેષ રાજકોટ શહેરના વાલી ગણનો ધોળકિયા સ્‍કૂલ્‍સ પર મૂકેલો વિશ્‍વાસ છે તેમ સ્‍કૂલની એક યાદીમાં ઉમેર્યું છે.

આજના પરિણામમાં ધોળકિયા સ્‍કૂલ્‍સના પ વિદ્યાર્થીઓ ૯૯.૯૯ પીઆર સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવેલ છે. તેમાં ૬૦૦ માંથી પ૯૧ માર્કસ મેળવી ૯૮.પ૦% અને ૯૯.૯૯ પીઆર સાથે ગોસાઇ શ્રેયા એ બોર્ડના આજ સુધીના ઇતિહાસમાં સૌથી વધુ માર્કસ મેળવી નવો ઇતિહાસ સજર્યો છે. આ રીતે ધોળકિયા સ્‍કૂલ્‍સના વિદ્યાર્થીએ બોર્ડના રિઝલ્‍ટમાં નવો કીર્તિમાન સ્‍થાપિત કર્યો છે.

આજ રીતે ધોરણ-૧ર કોમર્સમાં ચૌહાણ મેઘનાએ ૭૦૦ માંથી ૬૮૩ માર્કસ, ૯૭.પ૭ % અને ૯૯.૯૯ પીઆર સાથે કોમર્સના પરિણામોમાં બોર્ડના ઇતિહાસમાં સૌથી વધુ ગુણ મેળવ્‍યા હતાં.

જયારે ધોરણ-૧ર (સાયન્‍સ) માં રૂપાપરા સ્‍મિત અને ટાંક માધવએ JEE-Phy. માં ૧૦૦ પીઆર સાથે ઇન્‍ડિયા ફર્સ્‍ટ રેનક મેળવ્‍યો હતો. 

(3:37 pm IST)