Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

ભચાઉ કચ્છમાં વિજ્ઞાન જાથા દ્વારા ચમત્કારથી ચેતો જનજાગૃતિ કાર્યક્રમ

રાજકોટ : ભચાઉ કચ્છ ખાતે એસ.આર.પી. ગ્રુપ-૧૬ ના પોલીસ કર્મીઓ, તેમના પરિવારો અને ગ્રામજનોમાં અંધશ્રધ્ધા નિવારણાર્થે ભારત જન વિજ્ઞાન જાથાનો 'ચમત્કારોથી ચેતો' લોકજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રારંભે સ્વાગત પ્રવચન અને પરિચય પી.એસ.આઇ. એસ. કે. પટેલે કર્યા બાદ ડી.વાય.એસ.પી. એસ.એસ. બામણીયાએ પ્રાસંગીક વકતવ્ય આપેલ. કાર્યક્રમનું વૈજ્ઞાનિક પધ્ધતિથી ઉદ્દઘાટન સેનાપતિ સુધા પાંડેએ કરેલ. જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ વહેમ, અંધશ્રધ્ધા, ચમત્કારો વિષે પોતાના વિચારો રજુ કરી સૌને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવા અનુરોધ કરેલ. આ તકે વૈજ્ઞાનિક રીતે ચમત્કારીક પ્રયોગો એકના ડબલ, રૃપિયાનો વરસાદ, હાથમાંથી કંકુ-ભસ્મ-લોહી નિકળવુ, જીભની આરપાર ત્રિશુલ નાખવું, સંમોહન, હાથ માથા ઉપર દીવા રાખવા, ઉકળતા તેલમાંથી હાથ વડે પુરી તળી જેવા પ્રયોગોનું નિદર્શન કરી સાચુ મામાર્ગદર્શન પુરૃ પાડવામાં આવ્યુ હતુ. આ પ્રયોગ નિદર્શનમાં જાથાના ઉમેશ રાવ, ખેતશી મારૃ, સરપંચ હુસેનભાઇ ખલીફા ,મોહનભાઇ મહેરીયા, હનીફભાઇ ખલીફા, આમદભાઇ ખલીફા, યુસુફભાઇ ખલીફા, લક્ષ્મણભાઇ શેખા, રોમિત રાજદેવ, વિનુભાઇ ઉપાધ્યાય, ગુલાબસિંહ ચૌહાણ, અંકલેશ ગોહિલ, ભાનુબેન ગોહિલ, ભકિતબેન રાજગોરે ભાગ લીધો હતો.  અંતમાં આભારવિધિ પી.એસ.આઇ. એસ. કે. દિયોરાએ કરી હતી.

(3:36 pm IST)