Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

વાંકાનેરઃસતાપરમાં પૂર્વ કેબીનેટ મંત્રી અને પ્રદેશ કારોબારી સભ્યએ પ્રશ્નો સાંભળ્યા

 વાંકાનેરઃ તાલુકાના વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ભાજપના પૂર્વ કેબીનેટ મંત્રી ચીમનભાઇ સાપરીયા તથા ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય પ્રભુલાલ પટેલ વાંકાનેર તાલુકાના સતાપર ગામે આવતાં ઢોલ નગારાથી વાંકાનેર તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા જીજ્ઞાશાબેન મેર દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત જુદા જુદા ગામોના સરપંચશ્રીઓએ તેમના ગામોના પ્રશ્નોની સબળ રજૂઆત કરી હતી. જેના તુરંત ઉકેલની ખાતરી અપાઇ હતી.  અમુભાઈ ઠાકરાણી, ગાંડુભાઇ ધરજીયા, કાળુભાઈ કાંકરેચા, રતિલાલભાઈ અણીયારીયા, ભગવાનજીભાઈ મેર, કિશોરસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, અમરશીભાઈ મઢવી અને શૈલેષભાઈ ઠક્કર સહિત હાજર રહ્યા હતાં.

(4:45 pm IST)